ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 8 એપ્રિલ 2021.
ગુરૂવાર
કોરોના નો પ્રસાર મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી વધી રહ્યો છે. તેની ગતિ જોતા વિશેષજ્ઞોનું માનવું છે કે 30 એપ્રિલ સુધી કુલ ૧૧ લાખ દર્દીઓ મહારાષ્ટ્રમાં હશે.
આ આંકડો મહારાષ્ટ્રના આંકડાઓના એનાલિસિસ કરનાર લોકો દ્વારા આપવામાં આવ્યો છે. જો આટલા બધા દર્દીઓ હશે તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે. કારણ કે મહારાષ્ટ્ર સરકાર પાસે કેટલા ખાટલા તેમજ ઓક્સિજન અને અન્ય દવાઓ નથી. એટલે હવે સંભાળીને રહેવામાં શાણપણ છે.
ચોંકાવનાર જાણકારી : 20% મુંબઈ ઘરની ચાર દીવાલોમાં કેદ થયું. આટલી હજાર ઇમારતો બંધ. જાણો વિગત