News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shivsena)માં બળવાને લઈને મોટી ઉથલપાથલ મચી ગઈ છે. ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મીડિયા પ્રસારિત અહેવાલો મુજબ કોંગ્રેસ નેતા કમલનાથ-નાના પટોલે કહ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ(CM Uddhav Thackeray tests positive for Covid-19) આવ્યો છે. તેઓ કોંગ્રેસના નેતા કમલનાથ(Kamalnath)ને પણ મળ્યા નથી. જો કે,સૂત્રોના જણાવ્યા અનુસાર CM ઉદ્ધવ ઠાકરેનો એન્ટિજન ટેસ્ટ(Antigen test) કોરોના પોઝિટિવ(positive) આવ્યો છે પરંતુ RTPCR ટેસ્ટ નેગેટિવ(negative) આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાના આ દિગ્ગજ નેતાની આજકાલમાં ધરપકડ થાય તેવી શક્યતા- શિવસેનામાં ખળભળાટ
આ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshiyari) કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેઓને હાલ સારવાર અર્થે દક્ષિણ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ(Reliance Foundation Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આજે ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યો(MLAs) સાંસદો(MPs)ની સાંજે 5 વાગ્યે બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજકીય સંકટને લઈને ચર્ચા થશે.