Site icon News Continuous Bureau | Mumbai

આખરે પોલીસ પ્રશાસન જાગ્યું.. લોન એપ્લિકેશન ને લઈને સાયબર સેલે લીધો આ નિર્ણય… જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

ઓનલાઈન એપ્લિકેશન(Application)ની મદદથી નાગરિકોને બ્લેકમેલ(Blackmail) કરીને તેમને છેતરવાના કેસ (Fraud cases)વધી ગયા છે, જેમાં થોડા દિવસ અગાઉ એક યુવકે બ્લેકમેલિંગથી કંટાળીને આત્મહત્યા(suicide) કરી લીધી હતી. ઉપરાઉપરની બનાવ બાદ મહારાષ્ટ્ર સાયબર (Maharashtra Cyber sale)સેલ જાગી છે. તેણે હવે ગૂગલ પ્લે સ્ટોર(Google play store)માંથી ફ્રોડ ઓનલાઈન લોન એપ્લિકેશન(Online loan application)ને હટાવવા માટેનો પત્ર લખ્યો છે.

Join Our WhatsApp Channel

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ મહારાષ્ટ્ર સાયબર સેલે ફોરેન્સિક લેબોરેટરી નિષ્ણાતો(Forensic laboratory specialists)ની મદદથી 15 જેટલી ફ્રોડ એપ(Fraud app)ને ઓળખી કાઢી છે. તેમ જ સાયબર સેલે તેની યાદી પ્લે સ્ટોર(Play store)ને મોકલી છે અને આ ફ્રોડ એપને પ્લે સ્ટોરમાંથી કાઢી નાખવાની સૂચના આપી હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના આ જમ્બો કોવિડ સેન્ટર બંધ, અન્ય જમ્બો સેન્ટર માટે BMCએ લીધો આ નિર્ણય… જાણો વિગતે

ઓનલાઈન એપ લોન આપવાને બહાને લોકોને છેતરવાનું કામ કરતી હોવાની અનેક ફરિયાદ આવી હતી. લોનની રકમ પાછી નહીં કરવાના અનેક કેસમાં તેમને બ્લેકમેલિંગ કરવાનું અને ધમકાવાનું પ્રમાણ વધી ગયું હતું. પૈસા નહીં મળે તો તેમને સોશિયલ મીડિયા પર બદનામ પણ કરવાના અનેક પ્રકરણ બન્યા છે. છેવટે સાયબર સેલે તેની નોંધ લઈને આ પગલું લીધું હોવાનું કહેવાય છે.

Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Exit mobile version