News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના નાશિકમાં ગેસ સિલિન્ડર(Nashik gas cylinder) લઇને જઇ રહેલી ટ્રક (Truck) પલટી જતાં ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ ઘટનામાં આગ લાગ્યા પછીનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રકમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર હવામાં ઉડતા જોઈ શકાય છે. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
#Maharashtra : #महाराष्ट्र के #मनमाड़ में #एलपीजी सिलेंडर से भरे एक ट्रक में आग लग गई ।
वीडियो में देखिए किस तरह एलपीजी सिलेंडर रॉकेट की तरह फट रहे हैं।
बहुत ही भयानक मंजर।#LPG #LPGgas #LPGfire #Cylinder #LPGcylinder #CylinderBlast #OMG #NFSC #MFS #Rescue #fire #Help pic.twitter.com/pYzy5R3gJe— (@KapilChauhan352) October 8, 2022
પુણે-ઈન્દોર હાઈવે (Pune Indore Highway) પર થયેલા આ અકસ્માતમાં સિલિન્ડર હવામાં રોકેટની જેમ ઉડવા લાગ્યા હતા. સિલિન્ડર વિસ્ફોટ(cylinder blast) ના કારણે આ માર્ગ પર લગભગ એક કિલોમીટર સુધી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. જેના કારણે પુણે-ઈન્દોર હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : સાવધાન રહેજો- આ વેક્સિન લેવાથી વધી શકે છે હાર્ટ એટેકનો ખતરો- થયો ચોંકાવનારો ખુલાસો
કહેવાય છે કે ટ્રકમાં ગેસથી ભરેલા 200 જેટલા સિલિન્ડર લોડ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના બોમ્બ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માત(Accident)માં ડ્રાઈવરને ઈજા થઈ હતી અને તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો .
