મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોબાઈલમાં કેદ કર્યું રામ મંદિરનું નયનરમ્ય બાંધકામ, જુઓ અદભૂત વીડિયો..

Maharashtra Deputy CM Devendra Fadnavis Gives A Glimpse Of Ram Temple

News Continuous Bureau Mumbai

અયોધ્યામાં બની રહેલું રામ મંદિર આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે નિર્માણાધીન રામ મંદિરનો અદ્ભુત નજારો શેર કર્યો છે. આકાશમાં ઉડતા હેલિકોપ્ટરમાંથી લેવામાં આવેલા આ દ્રશ્યમાં મંદિર બની રહેલાં મંદિરની ઝલક જોવા મળે છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી ફડણવીસ, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભાજપ અને શિવસેનાના સભ્યો એક દિવસ માટે અયોધ્યા પહોંચ્યા હતા.

દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરીને આ વીડિયો શેર કર્યો છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું, અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. લખનઉથી અયોધ્યા જતી વખતે હેલિકોપ્ટરમાંથી આકાશમાંથી કંઈક આવુ જોવા મળ્યું. એવી અપેક્ષા છે કે આવતા વર્ષે જાન્યુઆરીમાં રામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું અયોધ્યામાં શક્તિપ્રદર્શન, મંત્રીમંડળ સાથે રામલલાના દર્શન કર્યા.. જુઓ વીડિયો

જણાવી દઈએ કે અયોધ્યા જતા પહેલા શિંદેએ લખનઉમાં કહ્યું હતું કે હું ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યો છું. અમને ભગવાન રામના આશીર્વાદ છે, તેથી ધનુષ અને તીર અમારી સાથે છે. ગયા વર્ષે જૂનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ શિંદેની આ પ્રથમ અયોધ્યા મુલાકાત હતી.

અગાઉ, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો તેના લગભગ એક વર્ષ પહેલા, શિંદે 25 નવેમ્બર 2018 ના રોજ શિવસેનાના નેતા તરીકે અયોધ્યાની મુલાકાત લીધી હતી. તેઓ માર્ચ 2020માં અને ગયા વર્ષે જૂનમાં પણ અયોધ્યા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત અયોધ્યાની મુલાકાત વિશે વાત કરતા શિંદેએ કહ્યું કે તેઓ અહીંનું વાતાવરણ જોઈને ખુશ અને સંતુષ્ટ છે.