Site icon

Maharashtra: ગઢચિરોલીમાં વહેલી સવારે એન્કાઉન્ટર, પોલીસે 4 નક્સલવાદીઓને ઠાર માર્યા.

Maharashtra: લોકસભાની ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાના આયોજનના ભાગરૂપે નક્સલવાદીઓ તેલંગાણા સરહદ પાર કરીને ગઢચિરોલીમાં પ્રવેશ કરી રહ્યા હતા. જે બાદ મહારાષ્ટ્ર પોલીસ અને નકસવાદીઓ વચ્ચે મુઠભેડ થઈ હતી.

Maharashtra Early morning encounter in Gadchiroli, police killed 4 naxalites.. know details..

Maharashtra Early morning encounter in Gadchiroli, police killed 4 naxalites.. know details..

News Continuous Bureau | Mumbai

Maharashtra: ભારતમાં થોડા દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે. આ માટે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, ચૂંટણી દરમિયાન સુરક્ષા દળો સામેના પડકારોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સમાચાર આવી રહ્યા છે કે નક્સલવાદીઓ લોકસભા ચૂંટણી દરમિયાન મોટી ખલેલ પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છે. આ ક્રમમાં ગઢચિરોલીમાં મહારાષ્ટ્ર પોલીસની કમાન્ડો ટીમ અને નક્સલવાદીઓ વચ્ચે એક મોટું એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં 4 નક્સલવાદી માર્યા ગયા હતા. 

Join Our WhatsApp Community

 લોકસભાની ચૂંટણીમાં ( Lok Sabha Election 2024 ) ખલેલ પહોંચાડવાનું આયોજન..

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, લોકસભાની ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાના આયોજનના ભાગરૂપે નક્સલવાદીઓ ( Naxalites ) તેલંગાણા સરહદ પાર કરીને ગઢચિરોલીમાં ( Gadchiroli ) પ્રવેશ કરી રહ્યા હતા. દરમિયાન મહારાષ્ટ્ર પોલીસના C60 કમાન્ડોને ગઢચિરોલીના જંગલમાં આ અંગેની માહિતી મળી હતી. કમાન્ડો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી મુઠભેડમાં 4 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : Narayana Murthy: નારાયણ મૂર્તિએ 4 મહિનાના પૌત્રને 15 લાખ શેર ભેટમાં આપ્યા: પૌત્ર બન્યો કરોડપતિ.

મળતી માહિતી મુજબ માર્યા ગયેલા નક્સલવાદીઓ પર 36 લાખ રૂપિયાનું ઈનામ હતું. એન્કાઉન્ટર ( Encounter ) બાદ જંગલમાંથી 4 નક્સલીઓના મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. તેમજ તેમની પાસેથીએક એકે 47 કાર્બાઈન, 2 દેશી પિસ્તોલ અને નક્સલવાદી સાહિત્ય પણ મળી આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા હજુ પણ જંગલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

 

Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
UPI Launch: દેશ જ નહીં હવે વિદેશ માં પણ વાગશે UPIનો ડંકો,પીયૂષ ગોયલ એ આ દેશ માં સિસ્ટમ લોન્ચ કરતા કહી આવી વાત
Mumbai Water Cut: મુંબઈવાસીઓ માટે જરૂરી સમાચાર: ૭ થી ૯ ઓક્ટોબર દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ૧૦% પાણીકાપ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Exit mobile version