ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જૂન 2021
સોમવાર
CBSE અને CISCE બોર્ડના 30: 30:20 ફૉર્મ્યુલાને આધારે પરિણામ જાહેર કરવામાં આવવાનું છે ત્યારે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડના બારમા ધોરણના (HSC) રિઝલ્ટને લઈ મહારાષ્ટ્રના શિક્ષણ બોર્ડે એક બેઠક લીધી હતી. બહુ જલદી શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડ તેમનો નિર્ણય જાહેર કરશે. એમ તો તેઓ 30: 30:20 ફૉર્મ્યુલાને જ અપનાવે એવી શક્યતા છે. જોકે CBSE અને CISCE બોર્ડની સાથે જ HSC માર્કિગ પેટર્નમાં ફરક આવવાની શક્યતા છે. CBSE અને CISCE બોર્ડ બારમા ધોરણના વિદ્યાર્થીઓના રિઝલ્ટનું મૂલ્યાંકન કરતી વખતે છેલ્લા 3 વર્ષના સરેરાશ પર્ફોર્મન્સને ધ્યાનમાં લેવાનું છે. પરંતુ HSC બોર્ડ એવું કદાચ નહીં કરે એવી શક્યતા છે.
એટલે કે CBSE અને CISCE નું કોઈ સ્કૂલનું છેલ્લાં ત્રણ વર્ષનું સરેરાશ રિઝલ્ટ 90 ટકા હશે તો આ વર્ષે તેનાથી બે ટકા વધારે ઓછું થવાની શક્યતા છે. જ્યારે HSC બોર્ડ આવું કરવાને બદલે તમામ વિદ્યાર્થીને પાસ કરી દેશે એવી શક્યતા છે. એથી આ વખતે બંને બોર્ડ કરતાં HSC બોર્ડ રિઝલ્ટ સારું આવે એવી શક્યતા છે.