ગત સવા વર્ષથી કોરોના અને લોકડાઉનને કારણે નિર્માણ થયેલ સંકટને પગલે સંગઠને વાલીઓને રાહત આપી છે.
મહારાષ્ટ્ર ઈંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટીસ એસોસિએશન (મેસ્ટા) એ અંગ્રેજી સ્કૂલોની ચાલું શૈક્ષણિક વર્ષની ફીમાં 25 ટકા રાહત આપી છે
તેમજ સ્કૂલો દ્વારા અન્ય પ્રવૃત્તિઓ, સ્કૂલ બસનો ચાર્જ પણ વસૂલાશે નહીં. આ સિવાય વાલીઓને ઈન્સ્ટોલમેન્ટમાં ફી ભરવાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 40 હજાર જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ છે, જેમાંની 80 ટકા સ્કૂલો મેસ્ટા સાથે જોડાયેલી છે.
