ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
આર્યનખાન ડ્રગ્સ કેસથી ચર્ચામાં આવેલા એનસીબી ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી શકે છે.
પ્રાપ્ત જાણકારી મુજબમહારાષ્ટ્ર એક્સાઈઝ વિભાગે સમીર વાનખેડેને નોટીસ ફટકારી છે.
એક્સાઈઝ વિભાગે સમીર વાનખેડેના નવી મુંબઈ ખાતે આવેલા બારને 1997માં લાઈસન્સ માટેના ફોર્મમાં ખોટી જાણકારી આપવા બદલ નોટિસ આપી છે.
નવાબ મલિકે સમીર વાનખેડે મુંબઈમાં બારની માલિકી ધરાવતા હોવાનો આક્ષેપ પણ મુક્યો હતો અને હવે આ જ સંદર્ભમાં એક્સાઈઝ વિભાગે નોટિસ આપી હોવાનુ દેખાઈ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ક્રુઝ શિપ પર યોજાયેલી પાર્ટીમાં દરોડો પાડી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કર્યા બાદ સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા હતા.
સારા સમાચાર! નવા વર્ષમાં આ પશ્ચિમપરાના રહેવાસીઓને મળશે રાહત. આ રૂટની મેટ્રો શરૂ થઈ જશે. જાણો વિગત