News Continuous Bureau | Mumbai
કાળઝાળ ગરમી વચ્ચે દેશભરમાં વીજળીનું સંકટ(Electricity crisis) ઊભું થવાના એંધાણ છે.
યુપી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત દસ રાજ્યોમાં કોલસાની (Coal shortage) ભારે અછત સર્જાઈ છે.
વીજળીની વધતી માંગ અને કોલસાની અછતને કારણે કાપમાં વધારો થયો છે. ઘણા વર્ષો પછી મહારાષ્ટ્રમાં ફરજિયાત વીજ કાપની (Power outage) સ્થિતિ સર્જાઈ છે.
મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ઉનાળાની (summer) શરૂઆત સાથે જ દેશના પાવર પ્લાન્ટ્સમાં(Power plant) કોલસાનો ભંડાર નવ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે.
કોરોના લોકડાઉન બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ (Industrial activities) પાછી પાટા પર આવવાને કારણે ફેક્ટરીઓ (Factory) અને ઉદ્યોગોમાં વીજળીનો વપરાશ વધ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ચોમાસું 2022: દેશમાં આ વર્ષે કેટલો વરસાદ પડશે? ભારતીય હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણી લો પૂર્વાનુમાન..