News Continuous Bureau | Mumbai
Maharashtra Farmer Suicides RTI Data મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાના ગંભીર સંકટ વચ્ચે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ મળેલા સત્તાવાર આંકડા મુજબ, જાન્યુઆરી ૨૦૨૨ થી જૂન ૨૦૨૬ દરમિયાન રાજ્યમાં ૧૩,૯૨૮ ખેડૂતોએ આપઘાત કર્યો છે, જે સરેરાશ દૈનિક ૮ થી વધુ કેસ દર્શાવે છે. જોકે, રાહત અને પુનર્વસન વિભાગે એક દાયકામાં પહેલીવાર આ સંવેદનશીલ આંકડાઓની જિલ્લાવાર વિગતો આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
Maharashtra Farmer Suicides RTI Data – ૫૪ મહિનામાં ૧૩,૯૨૮ આપઘાત, ૪,૦૪૨ પરિવારોના દાવા ફગાવાયા
આરટીઆઈ હેઠળ પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, નોંધાયેલા કુલ ૧૩,૯૨૮ કેસોમાંથી રાજ્ય સરકારે માત્ર ૮,૯૪૫ કેસોને જ આર્થિક સહાય માટે પાત્ર ગણ્યા હતા, જ્યારે ૪,૦૪૨ કેસોને અપાત્ર ઠેરવીને ફગાવી દેવામાં આવ્યા હતા. આ સિવાય હજુ પણ ૯૪૧ કેસો તપાસ હેઠળ પેન્ડિંગ છે. પાત્ર ઠરેલા પરિવારોમાંથી પણ ૮,૬૫૦ પરિવારોને જ ₹૧ લાખની સરકારી સહાય ચૂકવાઈ છે, જ્યારે ૨૯૫ પરિવારો હજુ પણ સહાયની રાહ જોઈ રહ્યા છે. દર દસમાંથી ત્રણ પરિવારોના દાવા નકારી દેવાતા અનેક પીડિત પરિવારો આર્થિક સહાયથી વંચિત રહ્યા છે.
Maharashtra Farmer Suicides RTI Data – આરટીઆઈ કાર્યકર્તાનો આરોપ: દસ વર્ષમાં પહેલીવાર જિલ્લાવાર ડેટા છુપાવાયો
‘યંગ વ્હિસલબ્લોઅર્સ ફાઉન્ડેશન’ના સામાજિક કાર્યકર્તા જીતેન્દ્ર ઘાડગે દ્વારા આ સમયગાળાના જિલ્લાવાર અને માસિક આંકડા માંગવામાં આવ્યા હતા. જોકે, જાહેર માહિતી અધિકારીએ કલેક્ટર કચેરીઓમાંથી વિગતો મેળવવા કહી અરજી ટાળી દીધી હતી. પ્રથમ અપીલ બાદ માત્ર આખા રાજ્યનો એકમુશ્ત (લમ્પસમ) ડેટા આપવામાં આવ્યો હતો. ઘાડગેએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા એક દાયકામાં આ પ્રથમ ઘટના છે જ્યારે સરકારે જિલ્લાવાર આંકડા આપ્યા નથી. જિલ્લાવાર વિગતો છુપાવવાથી કયા પ્રદેશમાં યોજનાઓ નિષ્ફળ ગઈ છે અને ક્યાં સૌથી વધુ સંકટ છે તેની વાસ્તવિકતા સામે આવી શકતી નથી.
Maharashtra Farmer Suicides RTI Data – નીતિગત ફેરફારો અને વળતર યોજના અંગે સૂચનો છતાં તંત્ર ઉદાસીન
કાર્યકર્તા ઘાડગેએ વર્ષ ૨૦૨૩માં તત્કાલીન મુખ્યમંત્રીને પત્ર લખીને ‘ગોપીનાથ મુંડે શેતકરી અકસ્માત વીમા યોજના’ હેઠળ આત્મહત્યાને પણ આવરી લઈને સહાયની રકમ વધારીને ₹૨ લાખ કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત ગરીબ ખેડૂતોની ઓળખ માટે ખાસ ગ્રીન રેશનકાર્ડ આપવા જણાવ્યું હતું. જોકે, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ પત્ર કૃષિ વિભાગને મોકલ્યા બાદ આજદિન સુધી કોઈ નક્કર અમલવારી થઈ નથી. સરકારી આંકડા સ્પષ્ટ કરે છે કે સહાય અને યોજનાઓ છતાં કૃષિ સંકટ યથાવત છે અને સંવેદનશીલ માહિતી છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
👉 આ સમાચાર વાચો:
Petrol Diesel In GST મોંઘવારીના માર સામે સરકારનો બૂસ્ટર ડોઝ! પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના દાયરામાં લાવવાની કવાયત તેજ, ઈંધણના ભાવમાં થશે ધરખમ ઘટાડો