Site icon

હવે બોમ્બે-પુના એક્સપ્રેસ વે થશે વધુ પહોળો- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત- આવી છે નવી યોજના

News Continuous Bureau | Mumbai

અત્યંત વ્યસ્ત ગણાતા અને વાહનચાલકો(Motorists) માટે દિવસેને દિવસે જોખમી બની ગયેલા મુંબઈ-પુણે એક્સપ્રેસ વે(Mumbai-Pune Expressway) પર ચોથી લેનનું વિસ્તરણ કરવાનું સરકાર વિચારી રહી છે. હાલ ચાલી રહેલા ચોમાસું અધિવેશનમાં(monsoon session) ડેપ્યુટી ચીફ મિનિસ્ટર(Deputy Chief Minister) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) વિધાનસભામાં(Assembly) તેની માહિતી આપી હતી.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર વિધાનસભા નિયમ 105 હેઠળ મુંબઈ-પુણે એક્સપ્રેસ વેને લઈને ઉપસ્થિત કરવામાં આવેલી લક્ષવેધી સૂચના પર જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે. આ હાઈવે પર ટ્રાફિક નિયમન(Traffic regulation) કરવા માટે 'ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ' (Intelligent Traffic Management System') લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(Artificial Intelligence) નો ઉપયોગ કરવામાં આવશે. આ લેનમાંથી બહાર નીકળતા ટ્રોલર્સની (trollers) તાત્કાલિક માહિતી આપશે.

આ સમાચાર પણ વાંચો :દક્ષિણ મુંબઈનો આ મહત્વપૂર્ણ બ્રીજ વર્ષ 2024 સુધી બંધ

ફડણવીસે કહ્યું હતું કે અકસ્માતમાં પીડિતોને તાત્કાલિક મદદ મળે તે માટે સિસ્ટમ વિકસાવવામાં આવશે. આ સિસ્ટમમાં મહત્તમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. વધુમાં  તેમણે કહ્યું કે અકસ્માતો અટકાવવા તાલીમ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
PM Modi West Bengal Tour: PM મોદીની પશ્ચિમ બંગાળને ૩,૨૦૦ કરોડની ભેટ: સિલીગુડીનો પ્રવાસ થશે સરળ, મુસાફરીના સમયમાં ૨ કલાકનો ઘટાડો થશે
Delhi Airport Attack: દિલ્હી એરપોર્ટ પર પાયલટનો ‘ખૂની ખેલ’: મુસાફરને માર મારી લથપથ કર્યો, એરલાઇન્સે તપાસ બાદ લીધું આકરું પગલું.
Exit mobile version