ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
શિવસેના સરકાર દ્વારા શુક્રવારે શાળાઓ અને ધાર્મિક સ્થળો ફરીથી ખોલવા માટેના આદેશ બાદ, આજે બપોરે સિનેમાઘરો માટે પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે.
મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોવિડ ટાસ્ક ફોર્સની બેઠકમાં એક મોટી જાહેરાત કરી છે કે તમામ કોવિડ-19 સલામતી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રમાં થિયેટરો અને ઑડિટોરિયમ 22 ઑક્ટોબરથી ફરી ખોલી શકાશે.
સીએમ ઠાકરેએ કોવિડ ટાસ્ક ફોર્સની બેઠકમાં શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉત, રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે, ફિલ્મ નિર્માતાઓ રોહિત શેટ્ટી અને કુણાલ કપૂર, થિયેટર વ્યક્તિત્વ મકરંદ દેશપાંડે, મરાઠી અભિનેતા સુબોધ ભાવે, આદર્શ બાંડેકર અને અન્ય લોકોની હાજરીમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી કે સિનેમા હૉલ અને નાટકનાં થિયેટરોને 22 ઑક્ટોબરથી કોરોના મહામારીનાં 1.5 વર્ષ બાદ ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, તેઓએ કોવિડ-19 સંબંધિત તમામ આરોગ્ય પ્રોટોકોલનું ખાસ પાલન કરવાનું રહશે.