ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
કોવિડ મહામારીને પગલે સ્કૂલની ફીમાં 15 ટકાનો ઘટાડો કરવાની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે, પરંતુ આ સંદર્ભમાં સરકારે વટહુકમ બહાર પાડ્યો નથી, એથી સ્કૂલની ફીના નિર્ણયનો અમલ થઈ શક્યો નથી. એથી વાલીઓમાં સરકારની ફસામણી જાહેરાત સામે ભારે નારાજગી જોવા મળી છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ પ્રકરણમાં CBIએ કર્યો ચોંકાવનારો આરોપ; જાણો વિગત
કોરોનાને પગલે દેશભરમાં આખું વર્ષ ઑનલાઇન સ્કૂલ ચાલી હોવા છતાં સ્કૂલની ફી પૂરી વસૂલ કરવામાં આવી હતી. સામાન્ય પરિવારને કોરોનાને પગલે આવકમાં ફટકો પડ્યો હોવાથી સ્કૂલની ફીમાં ઘટાડો કરવાની માગણી થઈ રહી હતી. આ બાબતે હાઈ કોર્ટમાં અરજી પણ દાખલ થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પણ સરકારની ટીકા કરી હતી. છેવટે ઠાકરે સરકારે રાજ્યની સ્કૂલ ફીમાં કપાત કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વટહુકમ હજી સુધી બહાર પાડ્યો નથી. એથી વાલીઓને કોઈ રાહત મળી નથી અને વાલીઓ પર ફી ભરી નાખવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ થઈ રહી છે. જોક્ આવી શાળાઓ વિરુદ્ધ શિક્ષણ ખાતામાં ફરિયાદ કરવાની અપીલ શિક્ષણ વિભાગે કરી છે તેમ જ બહુ જલદી આ બાબતે વટહુકમ બહાર પાડવામાં આવશે એવું પણ શિક્ષણ વિભાગે કહ્યું હતું.