Site icon

મહારાષ્ટ્રના શહેરમાં રેમડેસિવિર લોન પર મળશે. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 19 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

   દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય કોરોના નું નવું hotspot થઈ રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમિતની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યાં જ મહારાષ્ટ્ર રાજ્યના દરેક મોટા શહેરો કોરોનાની  ચપેટમાં આવી રહ્યા છે. પહેલાથી જ કોરોના દર્દીઓ માટે વેન્ટિલેટર અને ICU પલંગની અછતથી પીડાતા ઔરંગાબાદમાં હવે છેલ્લા 48 કલાકમાં જથ્થાબંધ બજારમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો સપ્લાય પણ બંધ થઈ ગયો છે.

   ઔરંગાબાદ ની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH)એ રેમડેસિવિર ઇન્જેકશનની પંદરસો વાયલને સાઈડમાં રાખી છે. જે  એફડીએ (FDA)અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેખરેખ રાખેલી ખાનગી હોસ્પિટલોને પૂરા પાડવામાં આવશે. GMCH તરફથી રેમડેસિવીર ઇન્જેક્શનના   પુરવઠા ની દેખરેખ રાખતા એક અધિકારીના જણાવ્યા મુજબ, ખાનગી હોસ્પિટલો લોન પર  રેમડેસિવિર નો સ્ટોક લઈ શકે છે. અને જ્યારે સપ્લાય ફરીથી શરૂ કરવામાં આવે ત્યારે આ ખાનગી હોસ્પિટલો સરકારી હોસ્પિટલને ઇન્જેક્શન પાછું આપવું પડશે.' ઈન્જેક્શનની તંગીના પગલે હોસ્પિટલના ગંભીર દર્દીઓ માટે ઇન્જેક્શન નો ડોઝ અનામત રાખવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે દર્દીઓના સગા સંબંધીઓને મદદ કેન્દ્ર અથવા FDA અધિકારીઓનો સંપર્ક ન કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે.

હવે મહારાષ્ટ્રમાં એસ્ટેટ બ્રોકર બનવા માટે પહેલા પરીક્ષા આપવી પડશે..
 

     ઉલ્લેખનીય છે કે,ઔરંગાબાદ જિલ્લામાં માર્ચ મહિનાની તુલનામાં એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં રેમડેસિવીર ના વપરાશમાં લગભગ દસ ગણો વધારો થયો છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version