મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન લંબાવે તેવી સંભાવના
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
Dr. Mayur Parikh
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 મે 2020
મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનને મેના અંત સુધી એટલે કે 31મી મે સુધી લંબાવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે, સરકારના નિર્ણયની સત્તાધિકારીક જાહેરાત થોડા દિવસમાં કરવામાં આવશે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના પ્રધાનોની બે દિવસીય બેઠકમાં રાજ્યમાં જીવલેણ વાયરસથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં તબક્કાવાર રીતે લોકડાઉન લંબાવવાની અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની ચર્ચા પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં લોકડાઉન લંબાવા અંગે સંમતિ દર્શાવાઈ હતી. વળી, જે વિસ્તારો કન્ટેન્ટ ઝોનમાં નથી આવતા તેવા ક્ષેત્રને હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ જે વિસ્તારો રેડ ઝોનમાં છે તેમને કોઈ છૂટ આપવામાં આવશે નહીં..