ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી છે, એથી રાજ્યમાં બ્રેક ધ ચેઇન હેઠળ મૂકવામાં આવેલા પ્રતિબંધો પણ ધીમે-ધીમે શિથિલ કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે સ્કૂલ-કૉલેજને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. એ મુજબ શિક્ષણ વિભાગે ગ્રામીણ ભાગમાં કોરોનામુક્ત ગામોમાં આઠમાથી બારમા ધોરણ સુધીના વર્ગ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. એ માટે ગ્રામપંચાયતે વિદ્યાર્થીઓનાં માતા-પિતા સાથે ચર્ચા કરીને ઠરાવ લાવવાનો રહેશે. કોરોનાને લગતા નિયમોને ધ્યાનમાં રાખીને સ્કૂલ ખોલવામાં આવશે.
સ્કૂલ ચાલુ થયા બાદ વિદ્યાર્થીઓને તબક્કાવાર સ્કૂલમાં બોલવવામાં આવશે. માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન વિદ્યાર્થીઓએ કરવાનું રહેશે. એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી બેસી શકશે.તેમ જ બે બેન્ચ વચ્ચે છ ફૂટનું અંતર રહેશે. આ પ્રકારે એક કલાકમાં માત્ર 15થી 20 વિદ્યાર્થીઓને જ બેસાડી શકાશે. કોઈ વિદ્યાર્થીમાં કોરોનાનાં લક્ષણો જણાયાં તો તેને તુરંત ઘરે મોકલી દેવામાં આવશે અને તેનો ટેસ્ટ કરવામાં આવશે.
નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશનના આ ચુકાદાથી બિલ્ડરની મનમાની પર આવશે લગામ; જાણો વિગત
સ્કૂલમાં ભણાવનારા શિક્ષકો માટે એ જ ગામમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષકોને પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવો ના પડે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Join Our WhatsApp Community