ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
2 જુલાઈ 2020
સલૂન ખુલ્યાના 4 દિવસ બાદ બીએમસીએ બુધવારે સલુન્સ અને પાર્લર ખોલવા માટેની માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં જણાવ્યા મુજબ, બધા આઉટલેટ્સમાં ગ્રાહકો માટે મેડીકલ ગાઈડલાઈન નું પાલન કરવું પડશે અને સાવચેતી રાખવી પડશે. કોર્પોરેશને 30 જૂનથી 31 જુલાઇ સુધીના નિયંત્રણો હળવા કરવાના ચાર તબક્કાના મુજબ માર્ગદર્શિકા પણ શામેલ છે, મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલના હુકમ મુજબ, ફક્ત પહેલેથી એપોઇન્ટમેન્ટ લીધી હોય એવા ગ્રાહકોને જ અટેન કરી શકાશે. આવી બધી દુકાનોમાં યોગ્ય વેન્ટિલેશન હોવું આવશ્યક છે. ફક્ત ગણતરીની સેવાઓ જ, જેવી કે હેરકટ્સ, વાળ રંગવા, વેક્સિંગ, થ્રેડીંગ વગેરે કરી શકશે. ત્વચા સંબંધિત સેવાઓની મંજૂરી આપવામાં નથી આવી..
દરેક કાર્યસ્થળ પછી તમામ વર્કસ્પેસ (ખુરશીઓ) ની સફાઇ થવી જ જોઇએ અને ફ્લોર દર બે કલાક પછી સ્વચ્છ થવું જોઈએ. કર્મચારીઓએ ગ્લોવ્સ, એપ્રોન અને માસ્ક અને ડિસ્પોઝેબલ ટુવાલ, નેપકિન્સ સહિતના રક્ષણાત્મક ગિયરનો ઉપયોગ કરવો આવશ્યક છે.
આમ લોકડાઉન 2.0 મા સલૂન અને બ્યુટી પાર્લર ને ઘણી છુટછાટો આપવામાં આવી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com