ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
મુંબઈ મહાનગરપાલિકાની મુદત પૂરી થઈ રહી છે અને કોરોનાની પરિસ્થિતિને પગલે તાત્કાલિક ચૂંટણી યોજવી શકય નથી. તેથી મહારાષ્ટ્ર સરકારે કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લઈને 1888ના મુંબઈ મહાનગરપાલિકાના કાયદામાં સુધારો કરીને મુંબઈ મનપા પર પ્રશાસક (એડમિનિસ્ટ્રેટર) નિમવાને માન્યતા આપી છે.
મુંબઈ મહાનગરપાલિકાની મુદત સાતમી માર્ચ 2022ના પૂરી થઈ રહી છે. હાલ રાજયમાં કોરોનાની સ્થિતિ અને મુંબઈના પાલિકાના વોર્ડની સંખ્યામા કરવામાં આવેલા ફેરફારને કારણે અત્યાર ચૂંટણી શક્ય ન નથી. તેથી મુંબઈ મનપા પર પ્રશાસનની નિમણૂક કરવાની ભલામણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી.
મુંબઈ મનપા કાયદામાં અત્યારે પ્રશાસનની નિમણૂક કરવાની જોગવાઈ નથી. તેથી કાયદામાં સુધારો કરવાનો વટહુકમ કાઢવામાં આવશે. પ્રશાસકની નિમણૂક મુંબઈ મનપાની ચૂંટણી બાદ પહેલી સભા સુધી અમલમાં રહેશે.
આ દરમિયાન મુંબઈમાં મતદારોની સંખ્યા 1.4 લાખથી વધી ગઈ હોવાનું જાણવા મળ્યું છે અને કુલ મતદારોની સંખ્યા 99.5 લાખ પર પહોંચી ગઈ છે. જેમાં મુંબઈના પરામા 1.1. લાખ અને શહેરમાં 25,000 મતદારો વધ્યા છે.