ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧
બુધવાર
મહારાષ્ટ્ર સરકારના સૂત્રોએ એક મીડિયા હાઉસને એવી માહિતી આપી છે કે રાજ્યમાં ગોવંશની તથા દૂધ અને ઘીના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તેવા હેતુસર બ્રાઝીલથી ચાર સાંઢ લાવવાની વિચારણા કરી રહી છે. ઉપરાંત થીજેલા વીર્યના ૧૦૦૦ સેમ્પલ પણ મેળવવા ઈચ્છે છે. આ સમગ્ર યોજનાનો અમલ રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત થશે. જોકે, આ યોજના માટે કેન્દ્ર સરકારની મંજુરી પણ મેળવવી જરૂરી છે.
હકીકતે ૮૧ વર્ષ પૂર્વે એટલે કે ૧૯૪૦માં ભારતના ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવસિંહજી ગોહિલે બાઝીલના પશુપાલન ક્ષેત્રના આગેવાન સેસ્લો ગ્રેસિયાસીદને ગીરની ઉત્તમ ઓલાદની ૧૮ ગાય અને કૃષ્ણ નામનો ૧૦ વર્ષની આયુનો તગડો આખલો પણ આપ્યો હતો. ત્યાર બાદ બ્રાઝીલમાં સેસ્લો ગ્રેસિયાસીદે આ ગાયોનું જતન કર્યું હતું અને વંશ આગળ વધાર્યો હતો.
પંજાબના આ શહેરમાં ભંગાર હેલિકૉપ્ટર બની ગયાં આકર્ષણનું કેન્દ્ર; જાણો શું છે આ ચોપરની ખાસ વાત
ઉલ્લેખનીય છે કે બ્રાઝીલમાં ગીરના વંશજોની લગભગ ૪૦ લાખ જેટલી ગયો છે. બીજી તરફ ગુજરાતમાં માંડ ગીર વંશની ૫૦૦૦ હજાર ગાયો છે. આ ગાયો એક દિવસમાં ૩૫ લીટર જેટલું દૂધ આપતી હોવાથી હવે મહારાષ્ટ્ર સરકારે પણ ગીર વંશની ગાયોનું જતન રાજ્યમાં કરવાનો વિચાર કરી રહી છે.