ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૨ એપ્રિલ ૨૦૨૧
શુક્રવાર
મહારાષ્ટ્ર ના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એ કોરોના ને કાબુમાં લેવા માટે પોતાના વિડિયો સંદેશ માં જણાવ્યું કે કોરોના ને હરાવવા માટે ઘણું કરવું પડશે. નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. આગામીી પંદર દિવસની અંદર રાજ્યની તમામ મેડિકલ સુવિધાઓ અધુરી પડશે. આ પરિસ્થિતિમાં lockdown સિવાય બીજો કોઈ પર્યાય બાકી રહેતો નથી.
જો કે આ સંદર્ભે તેમણે કોઈ જાહેરાત કરી નથી અને જણાવ્યું છે કે આગામી દિવસોમાં તેઓ અનેક લોકો સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ જો કોઈ પર્યાય નહીં બચે તો lockdown અથવા તેના જેવા કડક પગલાં લાગુ કરવું પડશે.
મુખ્યમંત્રીએ વિપક્ષના નેતાઓ ઉપર પણ ઘણા આરોપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અત્યારે સકારાત્મક રીતે મદદની આવશ્યકતા છે. આ ઉપરાંત તેમણે સંખ્યાબંધ દેશોના ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે દરેક દેશે અનેક વખત lockdown કર્યા છે.
આ સાથે જ તેમણે સામાન્ય લોકોને હાકલ કરી હતી કે તેઓ સરકારને સહયોગ કરે.