ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 સપ્ટેમ્બર 2020
હવે વધુ સંખ્યામાં મુંબઈગરાઓ કામકાજ અંગે ઘરની બહાર નીકળી શકશે. 'મિશન બીગીન અગેઇન' હેઠળ કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ, મહારાષ્ટ્ર સરકારે આ બાબતની વિગત વાર માર્ગદર્શિકા જાહેર કરી છે. જેથી મુંબઈગરાઓ અને મહારાષ્ટ્રના લોકોના મનમાં કોઈ મૂંઝવણ ના રહે..
# મહારાષ્ટ્રમાં લોકડાઉન વધુ એકવાર 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે.. પરંતુ કેટલાક ક્ષેત્રોમાં તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી છે .
# મુંબઈ મેટ્રોપોલિટન રિજન માં પ્રાઈવેટ ઓફિસોમાં 30 વ્યક્તિ અથવા તો 30 ટકા સ્ટાફને કામ પર બોલાવી શકાશે.
# જ્યારે મુંબઈ બહાર એ સંખ્યા 50 વ્યક્તિ અથવા તો 50 ટકા કર્મચારીઓની રહેશે.
# જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ ફુલ 100 ટકા કેપેસિટી સાથે ખોલવામાં આવશે.
# ટેકસીમાં 1+3, રીક્ષામાં 1+2 અને ટુ-વ્હીલર પર 1+1 વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે. પરંતુ પ્રવાસ કરનાર દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. જાહેરમાં અને કામના સ્થળે સોશિયલ ડીસ્ટન્સીંગ જાણવું પડશે.
# લગ્ન સમારંભમાં કેન્દ્ર સરકારે 50 વ્યક્તિની મર્યાદાને 100 કરી છે.. પરંતુ મહારાષ્ટ્ર સરકારે હાલમાં પણ એ મર્યાદા 50 વ્યક્તિની જ રાખી છે.
# કોઈની અંતિમયાત્રામાં પણ 20 થી વધુ લોકો જોડાય શકશે નહીં.
# સ્કૂલ-કોલેજ, કોચિંગ ક્લાસ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. પરંતુ ઓનલાઇન અભ્યાસ ચાલુ રખાશે..
# સ્વિમિંગ પૂલ, સિનેમાહોલ, પાર્ક બંધ રહેશે.
# મુંબઈમાં મેટ્રો પણ બંધ રહેશે.
# અપાયેલી છૂટછાટ મુજબ દુકાનો ખોલી શકાશે.
# 65 વર્ષની વ્યક્તિઓ 10 વર્ષથી નાના બાળકો, બીમાર, ગર્ભવતી સ્ત્રીઓને સાવચેતી માટે ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com