Site icon

કરો જલસા!! હોટલો ખુલી ગઈ છે.. પણ પોતાની કિંમતે અને પોતાના જોખમે.. નવી ગાઈડલાઈન જાહેર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 સપ્ટેમ્બર 2020

હવે વધુ સંખ્યામાં મુંબઈગરાઓ કામકાજ અંગે ઘરની બહાર નીકળી શકશે. 'મિશન બીગીન અગેઇન' હેઠળ કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ, મહારાષ્ટ્ર સરકારે આ બાબતની વિગત વાર માર્ગદર્શિકા જાહેર કરી છે. જેથી મુંબઈગરાઓ અને મહારાષ્ટ્રના લોકોના મનમાં કોઈ મૂંઝવણ ના રહે.. 

# મહારાષ્ટ્રમાં લોકડાઉન વધુ એકવાર 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે.. પરંતુ કેટલાક ક્ષેત્રોમાં તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી છે .

# મુંબઈ મેટ્રોપોલિટન રિજન માં પ્રાઈવેટ ઓફિસોમાં 30 વ્યક્તિ અથવા તો 30 ટકા સ્ટાફને કામ પર બોલાવી શકાશે.

# જ્યારે મુંબઈ બહાર એ સંખ્યા 50 વ્યક્તિ અથવા તો 50 ટકા કર્મચારીઓની રહેશે.

# જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ ફુલ 100 ટકા કેપેસિટી સાથે ખોલવામાં આવશે.

# ટેકસીમાં 1+3,  રીક્ષામાં 1+2 અને ટુ-વ્હીલર પર 1+1 વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે. પરંતુ પ્રવાસ કરનાર દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. જાહેરમાં અને કામના સ્થળે સોશિયલ ડીસ્ટન્સીંગ જાણવું પડશે.

# લગ્ન સમારંભમાં કેન્દ્ર સરકારે 50 વ્યક્તિની મર્યાદાને 100 કરી છે.. પરંતુ મહારાષ્ટ્ર સરકારે હાલમાં પણ એ મર્યાદા 50 વ્યક્તિની જ રાખી છે.

# કોઈની અંતિમયાત્રામાં પણ 20 થી વધુ લોકો જોડાય શકશે નહીં. 

# સ્કૂલ-કોલેજ, કોચિંગ ક્લાસ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. પરંતુ ઓનલાઇન અભ્યાસ ચાલુ રખાશે..

# સ્વિમિંગ પૂલ, સિનેમાહોલ, પાર્ક બંધ રહેશે.

# મુંબઈમાં મેટ્રો પણ બંધ રહેશે.

# અપાયેલી છૂટછાટ મુજબ દુકાનો ખોલી શકાશે.

# 65 વર્ષની વ્યક્તિઓ 10 વર્ષથી નાના બાળકો, બીમાર, ગર્ભવતી સ્ત્રીઓને સાવચેતી માટે ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version