News Continuous Bureau | Mumbai
Maharashtra govt formation updates: ગત 20 ઓક્ટોબરે યોજાયેલ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને દસ દિવસ થઈ ગયા છે. પરંતુ મહારાષ્ટ્રમાં નવી સરકારનું ચિત્ર સ્પષ્ટ નથી. દરમિયાન, અટકળો વહેતી થઇ હતી એકનાથ શિંદે ને કારણે નવી સરકારની રચનામાં વિલંબ થઇ રહ્યો છે. જોકે શિવસેનાએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને મડાગાંઠની વાતોને ફગાવી દીધી છે. શિવસેનાના નેતા દીપક કેસરકરે કહ્યું કે નવી સરકારની રચનામાં વિલંબ પાછળનું કારણ કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે નથી.
Maharashtra govt formation updates: સરકારની રચનામાં વિલંબ પાછળનું કારણ કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે નથી.
શિવસેનાના નેતા દીપક કેસરકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ પહેલેથી જ 5 ડિસેમ્બરે સુનિશ્ચિત થયેલ છે અને રાજ્યના આગામી મુખ્યમંત્રીના નામની અંતિમ ચર્ચાઓ સરળતાથી ચાલી રહી છે. અન્ય અટકળો પર શિવસેનાના નેતા દીપક કેસરકરે કહ્યું કે એ કહેવું ખોટું છે કે એકનાથ શિંદેને કારણે રાજ્યમાં સરકાર નથી બની રહી.
Maharashtra govt formation updates:વર્ષા ખાતે યોજાશે આજે બપોરે 3 કલાકે બેઠક
મહત્વનું કે કે ભાજપે નિરીક્ષકોની નિમણૂક કરી છે અને આજે મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરવામાં આવશે. એકનાથ શિંદેએ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના હાથમાં મૂક્યો છે, જે મહાયુતિ ગઠબંધનની એકતા અને હેતુ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલા મહાયુતિની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેના સત્તાવાર બંગલા વર્ષા ખાતે યોજાશે. આ બેઠક આજે બપોરે 3 કલાકે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સામેલ થવાની ચર્ચા છે. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં મંત્રાલયોના વિભાજન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત બીજેપી વિધાયક દળના નેતાની પસંદગી થયા બાદ કરવામાં આવશે. એકનાથ શિંદે સાથે વાતચીતને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Govt Formation : એકનાથ શિંદેની બિમારીથી ભાજપનું વધ્યું ટેન્શન, ક્યારે અને કેવી રીતે નક્કી થશે મહારાષ્ટ્ર સરકારની ફોર્મ્યુલા? જાણો
ભાજપ, શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારના NCP જૂથના બનેલા મહાગઠબંધને 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકોમાંથી 230 બેઠકો જીતીને જંગી જીત મેળવી હતી. 230 બેઠકો માં ભાજપે 132 બેઠકો, શિવસેના 57 અને NCP 41 બેઠકો જીતી છે, તેથી ભાજપ સરકારની રચનામાં અગ્રેસર રહેવાની ધારણા છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન પદ માટે સૌથી આગળ છે. શિવસેનાના નેતા દીપક કેસરકરે ખાતરી આપી છે કે મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહ, જેમાં પીએમ મોદી પણ હાજરી આપશે.
Maharashtra govt formation updates:5 ડિસેમ્બરે શપથ ગ્રહણ કાર્યક્રમ
દરમિયાન, મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેએ 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહની પુષ્ટિ કરી, જે રાજ્ય માટે જોડાણના રોડમેપમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. એકનાથ શિંદેએ તાજેતરમાં નાદુરસ્ત તબિયતને કારણે જાહેર કાર્યક્રમો રદ કર્યા છે. તેમનું કહેવું છે કે તેઓ ટોચના પદ માટે ચર્ચામાં અવરોધ નહીં લાવશે. શિવસેનાના નેતા દીપક કેસરકરે પુનરોચ્ચાર કર્યો કે એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે પીએમ મોદી અને અમિત શાહનો નિર્ણય અંતિમ રહેશે.