ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
મહારાષ્ટ્રની ઠાકરે સરકાર એક અથવા બીજા કારણથી અત્યારે વિવાદોમાં સપડાઈ ગઈ છે. હવે એક વધુ આરોપ ભારતીય જનતા પાર્ટીના નેતા આશિષ શેલાર દ્વારા કરવામાં આવ્યો છે. આશિષ શેલાર એ શંકા વ્યક્ત કરી છે કે પૂજા ચૌહાણ અને મનસુખ હિરેન આ બંને આ મામલે ફોરેન્સિક લેબોરેટરી ખાતે થઈ રહેલા પોસ્ટમોર્ટમ માં ગરબડ થઈ છે. ખાસ કરીને મનસુખ હિરેન આ મામલે પોસ્ટમોર્ટમ નું શૂટિંગ આપવામાં આવ્યું નથી. આવું શા માટે થયું? એવો પ્રશ્ન ભાજપના નેતાઓ પૂછી રહ્યા છે.
આમ મનસુખ હિરેન હત્યાકાંડમાં એક નવો વળાંક આવ્યો છે.
