ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
03 ફ્રેબ્રુઆરી 2021
શિવસેના, કોંગ્રેસ તેમજ એનસીપી સંયુક્ત રીતે ચૂંટણી જીતવાના ગમે તેટલા ધમપછાડા કરે પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપે પોતાનો પગદંડો જમાવ્યો છે. જેના પરિણામે વિકાસ આગાડી અમુક વખત ચૂંટણી જીતે છે તો ક્યારેક ભાજપ એકલા હાથે મેદાન મારી જાય છે.
આ પરિસ્થિતિમાં હારેલા દળ ઇવીએમ ઉપર પોતાનો ગુસ્સો ઠાલવે છે. હવે આ સંદર્ભે એક પગલું આગળ વધતા શિવસેનાએ નિર્ણય કર્યોછે કે તે એવો કાયદો બનાવશે જેનાથી લોકો પાસે વોટીંગ કરતા સમયે બેલેટ પેપર નો અધિકાર રહેશે.
આ સંદર્ભે કાયદાકીય પાસાં તપાસી લેવા માટે કાયદા વિભાગને સૂચના આપવામાં આવી છે. જો કે શિવસેનાના આ પગલા સંદર્ભે અત્યાર સુધી કોંગ્રેસ તેમજ એનસીપીએ કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. પરંતુ શિવસેના અને કોંગ્રેસ પાર્ટી બહુ પહેલાથી જ બેલેટ વોટની હિમાયતી રહી છે. એક સમયે તેમણે મતદાતાઓને વચન આપ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતશે તો તેઓ બેલેટ વોટિંગ શરૂ કરશે. હવે આ દિશામાં મોજુદા સરકાર કામ કરી રહી છે. આને કહેવાય 'નાચ ન જાને આંગન ટેઢા'.
