News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં કોવિડ-19 મહામારીમાં દરમિયાન કોવિડથી મૃત્યુ પામેલા લોકોના વારસોને ૭૩૫ કરોડ રૂપિયા એક્સ-ગ્રેશિયા તરીકે ચૂકવવામાં આવ્યો છે. ગુરુવારે વિધાનસભાના ચાલી રહેલા અધિવેશનમાં તેની માહિતી આપવામાં આવી હતી.
રાજ્યનો ૨૦૨૧-૨૨ વર્ષનો ઈકોનોમિક સર્વે ગુરુવારે જાહેર કરવામાં આવ્યો હતો, તે મુજબ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં સરકાર પાસે આર્થિક મદદ માટે ૨.૩૫ લાખ ઍપ્લિકેશન આવી હતી, તેમાંથી ૧.૪૭ ઍપ્લિકેશન મંજૂર થઈ હતી. આ લોકોને ૭૩૫ કરોડ રૂપિયાનુ વળતર ચૂકવવામાં આવ્યું હતું.
ઈકોનોમિક સર્વેના રિપોર્ટ મુજબ ૨૬૨ ઈન્શ્યોરન્સ ક્લેમની અરજી હેલ્થ વર્કરો કરી હતી. જેમણે કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જાનના જોખમે ફરજ બજાવી હતી. ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ૧૮૭ ક્લૅમ સેટલ કરાયા હતા.
આ સમાચાર પણ વાંચો : હાશ.. આખરે મુંબઈગરાને પ્રોપર્ટી ટેક્સમાં મળશે રાહત.. વિધાનસભામાં બિલ પર મંજૂરીની મહોર.. જાણો વિગતે