Site icon

વીજળીના સંકટને માત આપવા મહારાષ્ટ્ર સરકાર ઊભો કરશે આટલા મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ; જાણો વિગત.

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑક્ટોબર, 2021 
રવિવાર

દેશભરમાં કોલસાની અછત સર્જાતા તેમાંથી નિર્માણ થનારા વીજની કટોકટી નિર્માણ થઈ છે. તેથી તેને માત આપવા રાજયમાં વિવિધ ઠેકાણે લગભગ 577 મેગાવોટ ક્ષમતાના સૌર ઉર્જા પ્રોજેક્ટ ઊભા કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકાર હાથ ધરવાની છે. આ યોજના માટે 522 કરોડ 47 લાખ રૂપિયાનો ખર્ચ કરીને તેને પૂરો કરવામાં આવવાનો છે.

Join Our WhatsApp Community

રાજયમાં 7,500 મેગાવોટ ક્ષમતાનો સૌર ઉર્જા વીજ નિર્માણનો પ્રોજેક્ટ ઊભો કરવાની યોજના છે. તેમાંથી 2,500 મેગાવોટ ક્ષમતાનો સૌર ઉર્જા પ્રોજેક્ટ રાજ્યની મહાવિતરણ કંપની સાર્વજનિક ખાનગી ભાગીદારી પદ્ધતિએ ઊભો કરવાની છે. તો બાકીનો 5,000 મેગાવોટ ક્ષમતાનો સૌર વીજ પ્રોજેક્ટ ખાનગી કંપની પાસે કરાવવાનો ઈરાદો છે.

અયોધ્યાના રામ મંદિરમાં ભગવાનની મૂર્તિ સૂર્યકિરણોથી શોભાયમાન થશે; પ્રાચીન મંદિર જેવી ટેક્નોલૉજી અહીં વપરાશે

રાજયમાં હાલ મહાવિતરણ મારફત અત્યાર સુધી ચંદ્રપુરમાં 4 મેગાવોટ, ધુળે જિલ્લાના સાક્રીમાં 125 મેગાવોટ તો શિર્સુફળ બારામતીમાં 50મેગાવોટ ક્ષમતાનો સૌર ઉર્જા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે. તો ધારશીવ જિલ્લામાં પણ 50 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ છે. લાતુરમાં 60 મેગાવોટ ક્ષમતાનો છે. એ સિવાય અન્ય જિલ્લામાં પણ સૌરઉર્જાનો પ્રોજેક્ટ ઊભા કરવામાં આવવાનો  છે.

 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version