ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં અનેક લોકો એવા છે જેણે વેક્સિનનો બીજો ડોઝ હજી સુધી લીધો નથી. તેથી તેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે વેક્સિનનો બીજો ડોઝ નહીં લેનારાઓ પર પ્રતિબંધ આવી શકે છે એવી આડકતરી ચેતવણી આપી છે.
મહારાષ્ટ્રમાં કોરોના તો નિયંત્રણમાં આવી ગયો છે. પરંતુ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને સરકાર ઝડપભેર વેક્સિનેશન અભિયાન પૂરું કરવામાં માગે છે. જોકે અનેક લોકો વેક્સિનનો ડોઝ લેવાનું ટાળી રહ્યા છે. તેથી વેક્સિનનો બીજો ડોઝ લેવાનું ટાળનારાઓ પર અમુક પ્રતિબંધ મૂકવા બાબતે સરકાર વિચાર કરી રહી છે.
મુખ્યપ્રધાનની આ તે કેવી બેદરકારી? CM રિલિફ ફંડમાંથી આટલી રકમ વપરાયા વગર પડી રહી. જાણો વિગત
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે કહ્યું હતું કે રાજયમાં અનેક નાગરિકો એવા છે, જેમણે પહેલો ડોઝ લઈ લીધો છે. પરંતુ 84 દિવસ થઈ ગયા હોવા છતા બીજો ડોઝ નથી લીધો એવા લોકોની સંખ્યા જ લગભગ દોઢથી પોણા બે કરોડ છે. રાજ્ય પાસે વેકિસન હોવા છતાં લોકો વેકિસન લેવાનું ટાળી રહ્યા છે, તેથી આવા લોકો પર અમુક નિયંત્રણો લાદવામાં આવી શકે છે.