Site icon

મહારાષ્ટ્રમાં વેક્સિનનો બીજો ડોઝ નહીં લેનારા પર આવી શકે છે પ્રતિબંધોઃ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે આ આપ્યા સંકેત. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

ગુરુવાર.

મહારાષ્ટ્રમાં અનેક લોકો એવા છે જેણે વેક્સિનનો બીજો ડોઝ હજી સુધી લીધો નથી. તેથી તેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે વેક્સિનનો બીજો ડોઝ નહીં લેનારાઓ પર પ્રતિબંધ આવી શકે છે એવી આડકતરી ચેતવણી આપી છે.

મહારાષ્ટ્રમાં કોરોના તો નિયંત્રણમાં આવી ગયો છે. પરંતુ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને સરકાર ઝડપભેર વેક્સિનેશન અભિયાન પૂરું કરવામાં માગે છે. જોકે અનેક લોકો વેક્સિનનો ડોઝ લેવાનું ટાળી રહ્યા છે. તેથી વેક્સિનનો બીજો ડોઝ લેવાનું ટાળનારાઓ પર અમુક પ્રતિબંધ મૂકવા બાબતે સરકાર વિચાર કરી રહી છે. 

મુખ્યપ્રધાનની આ તે કેવી બેદરકારી? CM રિલિફ ફંડમાંથી આટલી રકમ વપરાયા વગર પડી રહી. જાણો વિગત

રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે  કહ્યું હતું કે રાજયમાં અનેક નાગરિકો એવા છે, જેમણે પહેલો ડોઝ લઈ લીધો છે. પરંતુ 84 દિવસ થઈ ગયા હોવા છતા બીજો ડોઝ નથી લીધો એવા લોકોની સંખ્યા જ લગભગ દોઢથી પોણા બે કરોડ છે. રાજ્ય પાસે વેકિસન હોવા છતાં લોકો વેકિસન લેવાનું ટાળી રહ્યા છે, તેથી આવા લોકો પર અમુક નિયંત્રણો લાદવામાં આવી શકે છે.

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Exit mobile version