ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારે પોતાના મીની lockdown ના આદેશ માં અત્યાવશ્યક સેવાઓ આપનારી સૂચિ માં સુધારા વધારા કર્યા છે. સરકારના નવા આદેશ મુજબ પેટ્રોલ પમ્પ, કાર્ગો સર્વિસ, ડેટા સર્વિસ, આઇ ટી સર્વિસ, સુરક્ષા એજન્સી, ફળ વિક્રેતા આ સુવિધા આપનાર લોકોનો સમાવેશ કરી દીધો છે.
આ ઉપરાંત સરકારે જે વ્યક્તિઓ બહારગામ જવાની હોય તે વ્યક્તિને ટ્રાવેલિંગની છૂટ આપી છે. એટલે કે આ તમામ વ્યક્તિઓ કર્ફ્યુ દરમિયાન ઘરની બહાર નીકળી શકશે. જોકે આવું કરતા સમયે તેમણે પોતાની સાથે ટિકિટ રાખવી પડશે.
