Site icon

આખરે સરકાર જાગી- લોન વસૂલી માટે ટોર્ચર કરનારી આટલી લોન એપ પર પ્રતિબંધ- ગૂગલને નોટિસ

 News Continuous Bureau | Mumbai 

લોનની રકમ(online loan)ની વસૂલી માટે ઓનલાઇન એપ્લિકેશન(mobile app) પર મહારાષ્ટ્ર સરકારે(MVA govt) મોટી કાર્યવાહી કરી છે. મળેલ માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકારની સાયબર સેલે(cyber cell) આ અંગે ગૂગલને નોટિસ(Google notice) પાઠવી છે. નોટિસ અનુસાર, સરકારે ગૂગલને 69 લોન એપ્લિકેશન(Loan application) હટાવવાનો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

સાયબર ગુનાઓની તપાસ માટે રાજ્યની નોડલ ઓથોરિટી ધરાવતી મહારાષ્ટ્ર સાયબર સેલ(Maharahstra cyber cell) પાસે 2020 માં કોવિડ રોગચાળો(covid pandemic) ફાટી નીકળ્યો ત્યારથી ઓનલાઇન લોન એપ્લિકેશન્સ(online loan application) વિશે 1,900 થી વધુ ફરિયાદો પ્રાપ્ત થઈ છે. રાજ્યની નોડલ ઓથોરિટી તાજેતરમાં જ ગૂગલની યુએસ ઓફિસGoogle US office)ને નોટિસ મોકલીને ઉધાર લેનારાઓ પાસેથી નાણાં વસૂલવા માટે અનૈતિક પદ્ધતિઓનો ઉપયોગ કરતી શંકાસ્પદ 69 એપ્સને દૂર કરવા જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સાયબર સેલને લોન એપ વિશે એક હજારથી વધુ ફરિયાદો મળી છે. પૂછપરછ બાદ, સાયબર સેલે એપને હટાવવા માટે ગૂગલની યુએસ ઓફિસને નોટિસ મોકલવાનું નક્કી કર્યું.

આ સમાચાર પણ વાંચો : ફાઈવસ્ટારમાં હોટલના રૂમમાં રમી રમવું મુંબઈના 9 વેપારીઓને પડ્યું ભારે- 11 વર્ષે કોર્ટ ફટકારી જેલની સજા-જાણો વિગતે 

મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ આમાંની કેટલીક એપ્લિકેશન(application)નો ઉપયોગ ગ્રાહકોની ગોપનીય માહિતીનો દુરુપયોગ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. કોરોના રોગચાળા (Covid pandemic)દરમિયાન આવી ઘણી ફરિયાદો કરવામાં આવી હતી, જેના કારણે સરકારને કડક પગલાં લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ એપના કારણે થતી હેરાનગતિને કારણે કેટલાક લોકોએ આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત આણ્યો હતો. આથી મહારાષ્ટ્ર સાયબર સેલે ગૂગલને આ અંગે નોટિસ મોકલી છે. આમાં તેઓએ ગૂગલને 69 લોન એપ બંધ કરવાનો આદેશ આપ્યો છે. એપમાં કેશ એડવાન્સ, યસ કેશ, હેન્ડી લોન, મોબાઈલ કેશ પણ સામેલ છે.

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version