Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ

‘અર્ન એન્ડ લર્ન’ યોજના હેઠળ દર મહિને ₹2,000 નું માનધન મળશે: શિષ્યવૃત્તિ પ્રક્રિયા સરળ બની, કડક કાર્યવાહી માટે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલનું વિધાનસભમાં એલાન.

Maharashtra Free Education for Girls દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો

Maharashtra Free Education for Girls દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો

News Continuous Bureau | Mumbai
Maharashtra Free Education for Girls મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં વ્યવસાયિક અભ્યાસક્રમો માટે છોકરીઓને મફત શિક્ષણ આપવાનો ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આમ છતાં, ઘણી કોલેજો હજુ પણ વિદ્યાર્થિનીઓ પાસેથી ફી વસૂલતી હોવાનું સરકારના ધ્યાન પર આવ્યું છે. આ મામલે કડક વલણ અપનાવતા ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભામાં જાહેરાત કરી કે, જે કોલેજો નિયમ વિરુદ્ધ ફી લેશે તેમની માન્યતા રદ કરવામાં આવશે.મંત્રી પાટીલે સ્પષ્ટ કર્યું કે વધારાની ફીના નામે વિદ્યાર્થિનીઓની છેતરપિંડી સહન કરવામાં આવશે નહીં. હવેથી આવી તમામ વધારાની ફી પણ રેગ્યુલેટરી કમિટીના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવશે, જેથી કોલેજો મનસ્વી રીતે ચાર્જ વસૂલી શકે નહીં.

શિષ્યવૃત્તિની પ્રક્રિયા થઈ સરળ, દસ્તાવેજોમાં ઘટાડો

વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી છે:
શિષ્યવૃત્તિ ફોર્મમાં માહિતીની સંખ્યા 138 થી ઘટાડીને 66 કરવામાં આવી છે.
જરૂરી દસ્તાવેજોની સંખ્યા 17 થી ઘટાડીને માત્ર 8 કરી દેવાઈ છે.
હવે CET ડેટાનો સીધો ઉપયોગ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓએ વારંવાર જાતિના પ્રમાણપત્રો રજૂ કરવા પડશે નહીં.
મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના નિર્દેશ મુજબ, જૂન મહિનાથી શિષ્યવૃત્તિના વિતરણને પગાર કરતાં પણ વધુ પ્રાથમિકતા આપવામાં આવશે.

Join Our WhatsApp Channel

‘અર્ન એન્ડ લર્ન’ યોજના અને સ્ટાઈપેન્ડ

સરકાર પાંચ લાખ વિદ્યાર્થીઓ માટે ‘અર્ન એન્ડ લર્ન’ જેવી નવી યોજના લાવી રહી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને દર મહિને ₹2,000 વધારાનું માનધન આપવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ, લાઈબ્રેરી મેનેજમેન્ટ અથવા સામાજિક કાર્યોમાં મદદ કરવાની રહેશે. આ માટે સરકાર, કોલેજ અને સામાજિક સંસ્થાઓ મળીને ફંડ તૈયાર કરશે. આ ઉપરાંત, હોસ્ટેલ ભથ્થા તરીકે મુંબઈ-પુણે જેવા શહેરોમાં વિદ્યાર્થીઓને દર મહિને ₹6,000 (વર્ષના ₹60,000) આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

આ સમાચાર પણ વાંચો : LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.

અડચણ ઉભી કરતી કોલેજો પર થશે ફોજદારી કાર્યવાહી

ચંદ્રકાંત પાટીલે ચેતવણી આપી છે કે જે કોલેજો સરકારી યોજનાનો લાભ મળવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં અટકાવશે અથવા ગેરવાજબી ફી માંગશે તેમની સામે કડક કાર્યવાહી થશે. ફોર્મ ભરવામાં થતી ભૂલો ટાળવા માટે રાજ્યભરમાં 40 કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. સરકારી ફીની ચુકવણી માટે બેંકો સાથે પણ ચર્ચા ચાલી રહી છે, જેથી વ્યાજ સરકાર ભોગવશે અને વિદ્યાર્થીઓને નાણાકીય બોજ પડશે નહીં.

Bhiwandi Collapse FIR Owner Contractor ભીવંડી દુર્ઘટના, અકસ્માતમાં ૧૦ જીવ ગયા બાદ એક્શનમાં તંત્ર ભીવંડી દુર્ઘટનામાં માલિકકોન્ટ્રાક્ટર સામે FIR દાખલ…
Maharashtra FDA license રેસ્ટોરાં એસોસિએશનોની મહારાષ્ટ્ર FDA ને અપીલ લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલા સુધારણા નોટિસ જારી કરો, ‘નેમ એન્ડ શેમ’ પ્રથાનો વિરોધ
Bombay High Court doubts FDA claim on Mantralaya canteen ‘મંત્રાલયની કેન્ટીનમાં એક પણ કીડો નહીં?’ FDA ના દાવા પર હાઈકોર્ટને શંકા.. વકીલોની ટીમ મોકલી
Marathi Course for Auto Taxi Drivers ભાષા શીખવાની પહેલ રંગ લાવી ૧૫ ઓગસ્ટ પહેલાં ૫૦,૦૦૦ બિનમરાઠી ડ્રાઇવરોએ સફળતાપૂર્વક પાસ કર્યો મરાઠી કોર્સ
Exit mobile version