ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્રમાં વેક્સિન રાજકારણ શરૂ થયું છે. લોકોના સ્વાસ્થ્ય ના સોદા પર રાજનીતિ થઇ રહી છે. ચોંકાવનારી વિગતો જેમ સામે આવતી જાય છે તેમ-તેમ ખંધા રાજકારણીઓની ખોરી દાનત છતી થઇ રહી છે. આ મુદ્દો નીચે મુજબ ચાલ્યો…
૧. મહારાષ્ટ્ર સરકારે અનેક વેક્સિન સેન્ટર બંધ કરી નાખ્યા અને આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર અમારી સાથે ભેદભાવ કરે છે અને અમને ઓછી વેક્સિન આપે છે.
૨. પોતાના સમર્થનમાં અઠવાડિક વેક્સિન ના આંકડા આપીને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે પાડોશી રાજયોને વધુ ડોઝ મળ્યા ત્યારે મહારાષ્ટ્રને ઓછા
૩. હવે હિસાબ નીકળ્યો ત્યારે ખબર પડી કે મહારાષ્ટ્રને અત્યાર સુધી ૧ કરોડ 6 લાખ વેક્સિન ના ડોઝ મળ્યા છે. જેમાંથી ૯૧ લાખ વેક્સિન વપરાઈ છે.
મહારાષ્ટ્રમાં વેક્સિન ની અછતને કારણે આટલી જગ્યાએ વેક્સિનેશન બંધ થયું. જાણો ચોંકાવનારી વિગત.
હવે સવાલ એ ઉભો થાય છે કે બચેલી 15 લાખ વેક્સિન ક્યાં છે?
આ વેક્સિન રાજ્ય સરકારે ગામડાઓ સુધી કેમ ન પહોંચાડી?
5 લાખ વેક્સિન રાજ્ય સરકારના મિસ મેનેજમેન્ટને કારણે બગડી ગઈ તેવો કેન્દ્ર સરકારનો આરોપ છે.
આમ એક તરફ જ્યાં મહારાષ્ટ્રની મોજુદા સરકાર વિવાદોમાં સપડાઈ ગઈ છે ત્યારે બીજી તરફ સરકાર વેક્સિન પર રાજકારણ રમી ને પોતાની નાકામિયાબી છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે.
