Site icon

વડા પ્રધાન મોદીએ કોરોના મહામારીમાં બલિદાન આપનારા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓનું અપમાન કર્યું છેઃ આ નેતાએ કર્યો આરોપ .જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

મહારાષ્ટ્ર સરકારના શાસક પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપશે. આ મહારાષ્ટ્રના 11.5 કરોડ નાગરિક,  રાજ્ય સરકાર અને કોરોના સંકટમાં પોતાના જીવનનું બલિદાન આપનારા ડૉક્ટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓનું અપમાન છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવા વિધાનો કરવામાં આવી રહ્યા છે.  આ આરોપ મહારાષ્ટ્ર સરકાર પર કરવામાં આવ્યા છે. તેથી સરકારમાં રહેલા લોકો તેનો જવાબ આપશે એવી ટીકા શિવસેનના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતે કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપતાં કોરોના સંકટમાં પરપ્રાંતિય કામદારોના સ્થળાંતરનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે ઉત્તર પ્રદેશ અને બિહારના કાર્યકરોને ઉશ્કેર્યા હતા. મુંબઈ પરનો બોજ ઓછો કરવા કોંગ્રેસે તેમને મફત ટ્રેનની ટિકિટ આપી હતી, જેના કારણે દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો થયો હતો. કોંગ્રેસે આ મહાપાપ કર્યું છે. વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્ર સરકાર પોતાની જવાબદારીથી દૂર ભાગી હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. તેના પરથી હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં શિવસેનાના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતે મોદીના વિધાનો પર આકરો વિરોધ નોંધાવીને ભારે ટીકા કરી છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોણ બનશે મહારથીઃ આજે પહેલા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરો થશે જાણો વિગત,
મોદીએ કરેલી ટીકા પર સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ચોક્કસ જવાબ આપશે. મને  બોલવાનો કોન્ટ્રાક્ટ નથી આપવામાં આવ્યો. પરપ્રાંતિય કામદારોને મદદ કરનારા અભિનેતા  સોનુ સૂદનું કોણે સન્માન કર્યું? મહારાષ્ટ્ર સરકાર મજુરોને તેમના ગામે મોકલવા માટે સક્ષમ નથી એટલે  સોનુ સુદ રસ લેતો હતો તે બતાવવાનો કોણ પ્રયાસ કરી રહ્યું હતું? આ સવાલ પણ સંજય રાઉતે કર્યો હતો.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version