News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ની ઉદ્ધવ ઠાકરે સરકાર (CM Uddhav Thackeray Govt)હવે અમુક કલાક ની મહેમાન છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહે(Governor Bhagat Singh Koshyari) ૨૪ કલાકમાં વિધાનસભાનું સત્ર બોલાવવા નો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિમાં એકનાથ શિંદે(Eknath Shinde) ગ્રુપ વિધાનસભા(Maharashtra Assembly)માં હાજર થશે કે નહીં થાય તે સંદર્ભે અટકળો વહેતી થઇ છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ એકનાથ શિંદે મુંબઈ આવી શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી(BJP)ના ટોચના નેતા દ્વારા બનાવવામાં આવેલી સ્ક્રિપ્ટ મુજબ એકનાથ શિંદે મુંબઈ(Mumbai) નહીં આવે. પહેલા તેઓ સરકારને પડવા દેશે. ત્યારબાદ નવી સરકારમાં મંત્રી પદ મેળવવા માટે સીધા રાજ્યપાલ સમક્ષ પહોંચી જશે. નવી સરકાર રચાયા પછી નવા સ્પીકર ની વરણી થશે. ત્યારબાદ એકનાથ શિંદે જૂથને કાયદેસરની માન્યતા મળશે. આમ શિવસેનાની ધાક-ધમકી નો છેદ ઊડી જશે.