Site icon

ચિંતાજનક કહેવાય, મહારાષ્ટ્રમાં એઈડ્‌સના સૌથી વધુ ૮.૫૪ લાખ દર્દીઓ નોંધાયા. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

સિનીયર આરોગ્ય અધિકારીઓના જમાવવા મુજબ લોકડાઉનના શરૃઆતના મહીનાઓમાં મુસાફરી એક મોટો પડકાર બની જતા એચઆઈવીની ટેસ્ટિંગ અને કાઉન્સેલિંગ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ઘણાં કાઉન્સેલરો અને ટેકનીશીયનોને આઠ કલાકની કોવિડ ડયુટી પર મુકી દેવાતા ઈન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેંટરો ચલાવવાનું મુશ્કેલ બની ગયું હતું. મુંબઈ ડિસ્ટ્રીક્સ એઈન્ડ્‌સ કન્ટ્રોલ સોસાયટી મહીનાઓ સુધી પોતાના રજિસ્ટર્ડ દર્દીઓમાંથી ૬૦ ટકાને જ દવાઓ પહોંચાડી શકી હતી.' એવી માહિતી સોસાયટીના એક અધિકારીએ આપી હતી. પોદ્દાર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. પ્રકૃતિ પોદ્દારે જણાવ્યું હતું કે એચઆઈવી/એઈડ્‌સ દેશની એક મોટી આરોગ્ય સમસ્યા છે. ૨૦૧૯માં ૨૬.૪૮ લાખ લોકો ભારતમાં એઈડ્‌સ સાથે જીવતા હોવાનું નાકોના આંકડા કહે છે. એચઆઈવીની દર્દીઓની સંખ્યા કરતા એમના પ્રત્યે જે ભેદભાવ દાખવાય છે એ વધુ ચિંતાનો વિષય છે. એને લીધે એચઆઈવીનો પ્રસાર રોકવામાં અવરોધ આવે છે.નેશનલ એઈડ્‌સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (નાકો)એ ૨૦૨૦માં બહાર પાડેલા ડેટા મુજબ ભારતમાં એચઆઈવીના સૌથી વધુ નવા ઈન્ફેક્શન્સ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ૨૦૧૯ના એક જ વરસમાં રાજ્યમાં કોવિડ મહામારી ફાટી નીકળતા અને એને પરિણામે લોકડાઉન મુકાતા ઘણાં કેસ નોંધાયા ન હોવાથી એચઆઈવી દર્દીઓની સંખ્યા હજુ વધુ હોઈ શકે છે એવી ચેતવણી નિષ્ણાતો આપે છે.

વિશ્વના આ દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો વિસ્ફોટ,એક જ દિવસમાં આટલા નવા કેસ આવ્યા સામે; જાણો વિગતે
 

એચઆઈવીની કટોકટી નિવારવા મહારાષ્ટ્ર સ્ટેટ એઈડ્‌સ કન્ટ્રોલ સોસાયટી (એમએસએસીએસ)એ એનજીઓઝને હાઈ-રિસ્ક ગુ્રપ્સ પર ફોક્સ રાખી કોમ્યુનિટી લેવલ પર ટેસ્ટિંગ વધારવા જણાવ્યું છે. એચઆઈવીની પોઝિટીવ વર્કરોના ગ્રાહકોનો સંપર્ક કરી એમનું ટેસ્ટિંગ કરવા પર ભાર મુકાશે. નાકોના ડેટામાં જણાવ્યા મુજબ બિહારને ૮.૦૪ લાખ એચઆઈવી કેસો સાથે દેશમાં બીજા નંબરે છે. ત્યાર પછી ૬.૭૨ લાખ કેસ સાથે ઉત્તર પ્રદેશ, ૩.૯૭ લાખ કેસ સાથે પશ્ચિમ બંગાળ, ૩.૩૭ લાખ કેસ સાથે ગુજરાત અને ૨.૯૯ લાખ કેસ સાથે દિલ્હીનો નંબર આવે છે. જ્યારે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આન્ધ્ર પ્રદેશ, તેલંગણા, રાજસ્થાન, તામિલનાડુ, હરિયાણા, પંજાબ અને ઓડિશામાં ૨૦૧૯માં ૨૦૦૦થી ૩૦૦૦ની વચ્ચે નવા એચઆઈવી કેસ નોંધાયા હતા. દેશમાં નોંધાયેલા એચઆઈવી ઈન્ફેક્શન્સના કુલ નવા કેસ પૈકી ૮૪ ટકા આ ૧૫ રાજ્યોમાં નોંધાયા હતા.

Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Exit mobile version