ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,12 એપ્રિલ 2021.
સોમવાર.
મહારાષ્ટ્રમાં છેલ્લા અમુક દિવસોથી રાજ્યમાં રસી ખલાસ થઈ ગઈ છે એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અને આ ચર્ચાને ચકરાવે ચડાવી છે મહારાષ્ટ્ર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે એ.
મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે એ કેન્દ્ર સરકાર પર વેક્સિનેશનની અછતના મુદ્દે આરોપ મૂક્યા હતા. પરંતુ હવે Legal Rights of Observatory આ સામાજિક સંસ્થા તરફથી રાજેશ ટોપેને એક નોટિસ ફટકારવામાં આવી છે. રાજેશ ટોપે પર એમ કહીને નોટિસ ફટકારવામાં આવી છે કે તેમણે મહારાષ્ટ્ર રાજ્યમાં વેક્સિન ની અછત સર્જાવાનું ખોટું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણ લાખ વેક્સિન ડોઝ ઉપલબ્ધ હોવા છતાં ઠાકરે સરકારના આદેશ અનુસાર જેમને વેક્સિન નો બીજો ડોઝ આપવાનો બાકી છે એમના માટે રાખવામાં આવ્યા હતા. તેથી જ અમુક જગ્યાઓ પર વેક્સીન ઉપલબ્ધ હોવા છતાં તેમને વેક્સિન નો પહેલો ડોઝ પણ આપવામાં આવ્યો નથી.