News Continuous Bureau | Mumbai
Maharashtra HSC 12th Result 2024 :આજે 11 વાગ્યે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સાયન્સ, આર્ટસ અને કોમર્સની ત્રણેય બ્રાન્ચનું પરિણામ જબરજસ્ત રહ્યું છે. કોંકણ વિભાગ ટોચ તરીકે ઉભરી આવ્યો છે. રાજ્યમાં 12માનું 93.37 ટકા પરિણામ આવ્યું છે.
Maharashtra HSC 12th Result 2024 છોકરીઓએ બાજી મારી
ખાસ વાત એ છે કે આ પરિણામમાં છોકરીઓએ બાજી મારી છે. આ વર્ષે મુંબઈ વિભાગનું 91.95 ટકા સાથે સૌથી ઓછું પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ધોરણ 12ના પરિણામની ટકાવારીમાં વધારો થયો છે.
પુણે 94.44 ટકા, નાગપુર 92.12 ટકા, સંભાજી નગર 94.08 ટકા, મુંબઈ 91.95 (સૌથી ઓછું), કોલ્હાપુર 94.24 ટકા, અમરાવતી 93 ટકા, નાસિક 94.71 ટકા, લાતુર 92.36, કોંકણ 97.51 ટકા (સૌથી વધુ)
આ સમાચાર પણ વાંચો: Maharashtra Weather News : મહારાષ્ટ્રમાં બેવડુ વાતાવરણ, મુંબઈ, થાણેમાં હીટવેવ એલર્ટ, તો આ જિલ્લામાં વરસાદની વકી..
Maharashtra HSC 12th Result 2024 10માનું પરિણામ મેના ચોથા સપ્તાહમાં આવશે પરિણામ
12ની પરીક્ષા નવ વિભાગમાં લેવામાં આવે છે. જેમ કે પુણે, નાગપુર, ઔરંગાબાદ, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર, કોંકણ. હવે 12માના પરિણામ બાદ 10મા પરિણામની રાહ જોવાઈ રહી છે. થોડા દિવસો પહેલા બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 12માનું પરિણામ મેના ત્રીજા સપ્તાહમાં અને 10માનું પરિણામ મેના ચોથા સપ્તાહમાં આવશે. બોર્ડના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 10ના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં છે. જો કે ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી નથી.