Site icon

Maharashtra HSC 12th Result 2024 : 12માનું પરિણામ જાહેર, છોકરીઓએ બાજી મારી, મુંબઈ વિભાગનું સૌથી ઓછું પરિણામ

Maharashtra HSC 12th Result 2024 : મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (સ્ટેટ બોર્ડ) એ ધોરણ XII ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે 12માનું પરિણામ 93.37 ટકા આવ્યું છે. કોંકણ વિભાગનું સૌથી વધુ 97.51 ટકા પરિણામ જ્યારે મુંબઈ વિભાગનું સૌથી ઓછું 91.95 ટકા પરિણામ આવ્યું છે.

Maharashtra HSC 12th Result 2024 Maharashtra Hsc Results 2024 Class 12th Board Exam Result Declared

Maharashtra HSC 12th Result 2024 Maharashtra Hsc Results 2024 Class 12th Board Exam Result Declared

 News Continuous Bureau | Mumbai 

Maharashtra HSC 12th Result 2024 :આજે  11 વાગ્યે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સાયન્સ, આર્ટસ અને કોમર્સની ત્રણેય બ્રાન્ચનું પરિણામ જબરજસ્ત રહ્યું છે. કોંકણ વિભાગ ટોચ તરીકે ઉભરી આવ્યો છે. રાજ્યમાં 12માનું 93.37 ટકા પરિણામ આવ્યું છે. 

Join Our WhatsApp Community

Maharashtra HSC 12th Result 2024 છોકરીઓએ બાજી મારી

ખાસ વાત એ છે કે આ પરિણામમાં છોકરીઓએ બાજી મારી છે. આ વર્ષે મુંબઈ વિભાગનું 91.95 ટકા સાથે સૌથી ઓછું પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ધોરણ 12ના પરિણામની ટકાવારીમાં વધારો થયો છે. 

પુણે 94.44 ટકા, નાગપુર 92.12 ટકા, સંભાજી નગર 94.08 ટકા, મુંબઈ 91.95 (સૌથી ઓછું), કોલ્હાપુર 94.24 ટકા, અમરાવતી 93 ટકા, નાસિક 94.71 ટકા, લાતુર 92.36, કોંકણ 97.51 ટકા (સૌથી વધુ) 

આ સમાચાર પણ વાંચો: Maharashtra Weather News : મહારાષ્ટ્રમાં બેવડુ વાતાવરણ, મુંબઈ, થાણેમાં હીટવેવ એલર્ટ, તો આ જિલ્લામાં વરસાદની વકી..

Maharashtra HSC 12th Result 2024 10માનું પરિણામ મેના ચોથા સપ્તાહમાં આવશે પરિણામ  

12ની પરીક્ષા નવ વિભાગમાં લેવામાં આવે છે. જેમ કે પુણે, નાગપુર, ઔરંગાબાદ, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર, કોંકણ. હવે 12માના પરિણામ બાદ 10મા પરિણામની રાહ જોવાઈ રહી છે. થોડા દિવસો પહેલા બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 12માનું પરિણામ મેના ત્રીજા સપ્તાહમાં અને 10માનું પરિણામ મેના ચોથા સપ્તાહમાં આવશે. બોર્ડના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 10ના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં છે. જો કે ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી નથી.

Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
Maharashtra skill development: કૌશલ્ય વિકાસ વિભાગનો મોટો નિર્ણય: વિદેશી કંપનીઓને ઝટકો, સ્વદેશીને તક!
Bonus For Losing Weight:વજન ઘટાડવા પર લાખો નું બોનસ તો વજન વધવા પર દંડ, આ દેશની કંપની એ જાહેર કરી અનોખી યોજના
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના આ સહયોગી ની કરવામાં આવી ગોળી મારી હત્યા, અમેરિકાના રાજકીય વર્તુળમાં ખળભળાટ
Exit mobile version