Site icon

મહારાષ્ટ્ર HSC પરિણામ 94-22 ટકા- ફરી એક વખત છોકરાઓને પછાડીને છોકરીઓ અવ્વલ તો મુંબઈ રહ્યું આ નંબર પર- જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશને(Maharashtra State Board of Secondary and Higher Secondary Education)આજે ધોરણ 12ની પરીક્ષાનું ઓનલાઇન પરિણામ(HSC Online result declare) જાહેર કર્યું છે. આ વર્ષે HSCનું પરિણામ 94.22 ટકા આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ વખતે ફરી એક વખત છોકરી(Girls)ઓએ છોકરા(boys)ઓને પાછળ રાખી દીધા છે. છોકરીઓનું પાસ(pass) થવાની ટકાવારી 95.35 ટકા છે, તો છોકરાઓની પાસ થવાની ટકાવારી 93.29 ટકા છે. 

આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ- એક ટીપને આધારે ગેરકાયદે રીતે શસ્ત્ર રાખનારા આરોપીને કાંદીવલી ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો-જાણો વિગતે

એ સાથે જ કોંકણ(Konkan) વિભાગે પોતાનો રેકોર્ડ આ વખતે પણ કાયમ રાખ્યો હતો. ફરી એક વખત કોંકણ વિભાગે રિઝલ્ટમાં બાજી મારી લીધી છે. કોંકણમાં સૌથી વધુ 97.21 ટકા અને સૌથી ઓછી ટકાવારી 90.91 ટકા મુંબઈ(Mumbai) વિભાગમાં છે.

બારમા ધોરણની પરીક્ષા 4 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષા માટે રાજ્યમાંથી 14 લાખ 85 હજાર 191 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 2020ની પરીક્ષા(HSC exams)ની સરખામણીએ આ વર્ષે પરિણામમાં 3.56 ટકાનો વધારો થયો છે.

વિભાગીય બોર્ડ મુજબ ટકાવારી પરિણામ –
પુણે – 93.61
નાગપુર – 96.52
ઔરંગાબાદ – 94.97
મુંબઈ – 90.91
કોલ્હાપુર – 95.07
અમરાવતી – 96.34
નાસિક-95.03
લાતુર-95.25
કોંકણ-97.22.

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version