Site icon

Maharashtra: બુલઢાણામાં ASI ખોદકામ દરમિયાન મળી આવી શેષશાયી વિષ્ણુની વિશાળ પ્રતિમા.. જાણો શું છે તેની વિશેષતા…

Maharashtra: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના સિંદખેડ રાજા શહેરમાં ASI દ્વારા ખોદકામ દરમિયાન એક જટિલ અને વિશાળ શેષાયી વિષ્ણુ શિલ્પ મળી આવી હતી.

Maharashtra Huge statue of Vishnu found during ASI excavations in Buldhana.. Know what is its special feature..

Maharashtra Huge statue of Vishnu found during ASI excavations in Buldhana.. Know what is its special feature..

News Continuous Bureau | Mumbai

Maharashtra: મહારાષ્ટ્રના બુલઢાણા ( Buldhana ) જિલ્લાના સિંદખેડ રાજા શહેરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ( ASI ) દ્વારા હાથ ધરવામાં આવેલા ખોદકામ દરમિયાન શેષશાયી વિષ્ણુની વિશાળ પ્રતિમા મળી આવી છે. નાગપુર પ્રદેશના એડિશનલ પુરાતત્વવિદ્દે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મૂર્તિ 2.25 મીટરની ઊંડાઈએ મળી હતી. જ્યારે નિષ્ણાતોની એક ટીમે લખુજી જાધવરાવની છત્રીના સંરક્ષણ કાર્ય દરમિયાન કેટલાક પત્થરો જોયા હતા અને પછી વધુ ખોદકામ પછી મંદિરના પાયા સુધી પહોંચ્યા હતા. 

Join Our WhatsApp Community

એડિશનલ પુરાતત્વવિદ્દે ( ASI Excavation ) વધુમાં કહ્યું હતું કે, સભા મંડપ મળ્યા પછી, અહીં વધુ ખોદકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન સર્વેક્ષણ ટીમને દેવી લક્ષ્મીની મૂર્તિ મળી આવી હતી. બાદમાં તેમાં શેષશય વિષ્ણુની વિશાળ પ્રતિમા ( sheshashayi vishnu statue ) મળી આવી હતી. તે 1.70 મીટર લાંબી અને એક મીટર ઉંચી પ્રતિમા છે. આ પ્રતિમાના પાયાની પહોળાઈ અંદાજે 30 સેન્ટિમીટર છે.

Maharashtra: આ મુર્તિ ક્લોરાઇટ શિસ્ટ રોકથી બનેલી છે…

આ મુર્તિ ક્લોરાઇટ શિસ્ટ રોકથી બનેલી છે. આવી મુર્તિઓ દક્ષિણ ભારતમાં ( Hoysala dynasty ) માં  બનાવવામાં આવી હતી. આમાં ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજમાન છે અને દેવી લક્ષ્મી તેમના પગ દબાવી રહી છે. આ મુર્તિંમાં સમુદ્ર મંથન દર્શાવવામાં આવ્યું છે અને તેના દ્વારા નીકળેલા ઘોડા અને એરાવતની નક્કાશી કામ પણ પેનલ પર બનાવવામાં આવી છે.

આ સમાચાર  પણ વાંચો: IND vs AUS: આજે ભારત સામે હારશે તો ઓસ્ટ્રેલિયા બહાર થશે, આ ટીમ પહોંચશે સેમિફાઇનલ…. જાણો શું છે આ સમીકરણ.

નાગપુર ક્ષેત્રના અધિક્ષક પુરાતત્વવિદોએ વધુમાં આ સંદર્ભે જણાવ્યું હતું કે, આ મૂર્તિની વિશેષતા દશાવતાર, સમુદ્ર મંથન અને ભગવાન વિષ્ણુને દર્શાવતી જટિલ કોતરણી છે. સ્કલ્પચર એક્સપર્ટએ આ વિશે જણાવ્યું હતું કે, આમાં વપરાતો પથ્થર શિસ્ટ રોક છે જે સ્થાનિક રીતે મળી આવતા બેસાલ્ટ પથ્થર કરતાં નરમ છે.

અધિક્ષક પુરાતત્વવિદના જણાવ્યા અનુસાર, આ પ્રકારની શિલ્પો અગાઉ મરાઠવાડામાં મળી આવી હતી, પરંતુ તે બેસાલ્ટ ખડકોથી બનેલી હતી. શેષનાગ અને સમુદ્ર મંથન વચ્ચેનું શિલ્પ પણ આ પેનલ પર મુખ્ય રીતે કોતરવામાં આવ્યું છે, જે તેની વિશેષતા છે. ભવિષ્યમાં, જ્યારે મહારાષ્ટ્રમાં આર્ટ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવશે, ત્યારે આ પ્રતિમા તેની મુખ્ય કલાકૃતિઓમાંની એક હશે.

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version