Site icon

મહારાષ્ટ્રમાં રાજ્કીય ઉથલપાથલ વચ્ચે આ અપક્ષ ધારાસભ્યએ કરી ગુપચુપ સગાઈ-જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં એક તરફ સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે બીજી તરફ મોરશી(Morshi) મતવિસ્તારના અપક્ષ ધારાસભ્ય(Independent MLA) દેવેન્દ્ર ભુયારે(Devendra Bhuyar) પોતાના પરિવારજની હાજરીમાં સાદાઈપૂર્વક પોતાની સગાઈનો(Engagement) કાર્યક્રમ પતાવી દીધો હતો.

દેવેન્દ્ર ભુયારે મોરશીમાં તત્કાલીન કૃષિ મંત્રી(Agriculture Minister) અનિલ બોર્ડેને(Anil Borde) હરાવીને રાજકીય સ્તરે(political level) સનસનાટ મચાવી દીધી હતી. મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ તેની ચરમસીમાએ હતો એવા વાતાવર વચ્ચે મોરશીના ધારાસભ્ય દેવેન્દ્રએ(MLA Devendra) કોઈ પણ જાતનો હોબાળો નહીં કરતા પારિવારિક કાર્યક્રમમાં(Family program) સગાઈ કરી હતી. ટૂંક સમયમાં જ તેઓ લગ્ન બંધનમાં બંધાવાના છે.

આ સમાચાર પણ વાંચો : તો શું સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિરુદ્ધમાં આવશે એવી ઉદ્ધવ ઠાકરેને જાણ હતી-ચુકાદા પહેલા જ કેબિનેટમાં આપ્યું વિદાય પ્રવચન- માન્યો સૌનો આભાર-જાણો વિગત

કૃષિ મંત્રી અનિલ બોર્ડેને હરાવીન દેવેન્દ્ર લાઈમલાઈટમાં આવ્યા હતા. તેઓ રાજુ શેટ્ટીના(Raju Shetty) સ્વાભિમાની શેતકરી સંગઠનના(Shetkari organization) એકમાત્ર ધારાસભ્ય હતા. જોકે પાર્ટી પર ધ્યાન ન આપતા હોવાનું કહીને તેમની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસની(NCP) નજીક આવી ગયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી(Rajya Sabha elections) દરમિયાન દેવેન્દ્ર ભુયારેના મતદાન સામે શિવસેનાના સાંસદ(Shiv Sena MP) અને પ્રવક્તા સંજય રાઉતે(Sanjay Raut) વાંધો પણ ઉઠાવ્યો હતો.
 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version