ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઇ
17 જુન 2020
આઈ.સી.એમ.આર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કોરોના નો ભોગ બનેલા લોકોની કઈ રીતે નોંધ રાખવી એની સ્પષ્ટ ગાઈડ લાઈન આપવામાં આવી છે. આમ છતાં મહારાષ્ટ્રની ડેથ ઓડિટ કમિટી દ્વારા કોરોના થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઓછી નોંધવામાં આવી રહી હતી. આ મામલો મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના દેવેન્દ્ર ફડનવીસએ ઉપસ્થિત કર્યા બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોના થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વિધિસર વધુ નોંધવામાં આવતાં, ખૂબ મોટો ફરક જાણવામાં આવ્યો છે. વિપક્ષની માંગ સામે પ્રશાસને ઝૂકવું પડયું છે અને આમ 1328 કોરોના ગ્રસ્ત લોકોની મૃતકોની વિગતવાર નોંધ કરવી પડી છે. 1328 મૃતકોની સંખ્યા ઉમેર્યા બાદ મહારાષ્ટ્રમાં મૃત્યુદર 3.3 હતો જે હવે વધીને 5 ટકા થઈ ગયો છે . આમ મુંબઈમાં 862 અને અન્ય જિલ્લાઓમાં 466 લોકોના કોરોના થી મૃત્યુ થયું હોવાનું નોંધવામાં આવ્યું છે.
આ ઘટના બાદ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડનવીસે ઉદ્ધવ સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે "શું કોરોનાથી મારેલા લોકોનો સાચો આંક છુપાવવા બદલ રહેલી ગફલત માટે દોષીઓને સજા આપવામાં આવશે? કે પછી આ કોઈ જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય હતું?..
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ થતાં હોવા છતાં, વાસ્તવમાં ઓછા મૃત્યુ થયું હોવાનું રેકોર્ડમાં દર્શાવવામાં આવતું હતું જેની વારંવાર ફરિયાદ પણ ઉઠી હતી…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com