Site icon

શું કોરોનાનો મૃત્યુ આંક છુપાવવામાં આવી રહ્યો હતો? વિપક્ષની માંગ બાદ મહારાષ્ટ્રમાં વધુ 1328 મૃતકોના નામ નોંધાયા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

17 જુન 2020

આઈ.સી.એમ.આર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કોરોના નો ભોગ બનેલા લોકોની કઈ રીતે નોંધ રાખવી એની સ્પષ્ટ ગાઈડ લાઈન આપવામાં આવી છે. આમ છતાં મહારાષ્ટ્રની ડેથ ઓડિટ કમિટી દ્વારા કોરોના થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઓછી નોંધવામાં આવી રહી હતી. આ મામલો મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના દેવેન્દ્ર ફડનવીસએ  ઉપસ્થિત કર્યા બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોના થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વિધિસર વધુ નોંધવામાં આવતાં, ખૂબ મોટો ફરક જાણવામાં આવ્યો છે. વિપક્ષની માંગ સામે પ્રશાસને ઝૂકવું પડયું છે અને આમ 1328 કોરોના ગ્રસ્ત લોકોની મૃતકોની વિગતવાર નોંધ કરવી પડી છે. 1328 મૃતકોની સંખ્યા ઉમેર્યા બાદ મહારાષ્ટ્રમાં મૃત્યુદર 3.3 હતો જે હવે વધીને 5 ટકા થઈ ગયો છે . આમ મુંબઈમાં 862 અને અન્ય જિલ્લાઓમાં 466 લોકોના કોરોના થી મૃત્યુ થયું હોવાનું નોંધવામાં આવ્યું છે.

 આ ઘટના બાદ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડનવીસે ઉદ્ધવ સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે "શું કોરોનાથી મારેલા લોકોનો સાચો આંક છુપાવવા બદલ રહેલી ગફલત માટે દોષીઓને સજા આપવામાં આવશે? કે પછી આ કોઈ જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય હતું?..

 ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ થતાં હોવા છતાં, વાસ્તવમાં ઓછા મૃત્યુ થયું હોવાનું રેકોર્ડમાં દર્શાવવામાં આવતું હતું જેની વારંવાર ફરિયાદ પણ ઉઠી હતી…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version