News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના લોકો માટે એક સારા સમાચાર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ઘટતા સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ઠાકરે સરકારે તમામ કોરોના પ્રતિબંધો હટાવી લીધા છે. કેબિનેટની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ સરકારે કલમ 144 હટાવી દીધી છે. ખાસ વાત એ છે કે હવે રાજ્યમાં માસ્ક લગાવવું પણ વૈકલ્પિક બની ગયું છે. જોકે ભિવષ્યની ચિંતા જોતા સરકારે લોકોને માસ્ક પહેરવા અને સુરક્ષિત અંતરનું પાલન કરવાની અપીલ કરી છે. સરકારનો આ નિર્ણય 2 એપ્રિલથી લાગુ થશે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: મોદી સરકારનો મોટો નિર્ણય, નોર્થ ઈસ્ટના આ ત્રણ રાજ્યોમાંથી હટાવાયો આસ્પા કાયદો; જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પણ થોડા દિવસો પહેલા એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્ય સરકારોને કોરોના પરના તમામ નિયંત્રણો હટાવવાનું કહ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે પણ 1 એપ્રિલથી કોરોના પ્રતિબંધો હટાવવાની વાત કરી હતી.