ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 જુલાઈ 2020
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ મીટિંગમા કહ્યું છે કે 'લોકડાઉનના નિયમોમાં 1 ઓગસ્ટથી વધુ છુટ આપવામાં આવશે. મનપા અને સરકાર મળીને, એક અઠવાડિયાની અંદર મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં આરોગ્યને લાગતી સુવિધાઓને વધુ મજબુત અને સુલભ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જોકે, રાજ્યના ગ્રામીણ ભાગોમાં અચાનક વધુ કેસ નોંધાયા છે, તેથી ત્યાં કડક પગલાં ભરવા પડશે.' એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું..
એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર 'અનલોક 3.0 અંગે કેન્દ્રની માર્ગદર્શિકાઓની પણ રાહ જોઈ રહી છે.. હાલ જે 'અનલોક 2.0 ' છે તેની અવધિ 31 જુલાઇના રોજ સમાપ્ત થવાની છે. 'સરકાર વિચારે છે કે શહેરી વિસ્તારોમાં રેસ્ટોરન્ટ્સ, જીમ અને સ્વિમિંગ પૂલ ફરી ખોલવા તેમજ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બસોને દોડાવવાની મંજૂરી આપવી, એવું વિચારી રહી છે'.
ભારતમાં સૌથી વધુ કોરોનાવાયરસના કેસ ધરાવતા પશ્ચિમ રાજ્યમાં 9,895 કેસ નોંધાયા હતા અને 298 મોત થયા હતા. કુલ કોવિડ-19 ગણતરી મુજબ, અત્યાર સુધીમાં, 347,502 જેટલા કેસો છે, જેમાં 194,253 રિકવર થયા છે. 1,40,395 સક્રિય કેસ અને 12,854 મૃત્યુનો સમાવેશ થાય છે. રાજ્યની રાજધાની મુંબઈ, દિલ્હી પછી8 બીજા ક્રમે સૌથી વધુ અસરગ્રસ્ત શહેર છે, જ્યારે પુના અને નાગપુર જેવા શહેરો પણ દેશના સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં શામેલ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com