News Continuous Bureau | Mumbai
Maharashtra : મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ ( Green Hydrogen Project ) થકી રૂ.2 લાખ 76 હજાર 300 કરોડનું નાણાકીય રોકાણ ( Financial investment ) થશે અને તે મુજબ સોમવારે સાત પ્રોજેક્ટ માટે વિવિધ કંપનીઓ સાથે એમઓયુ ( MOU ) કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી એકનાથ શિંદે ( CM Eknath Shinde ) જાહેરાત કરી હતી કે આના દ્વારા 64 હજાર નોકરીઓનું સર્જન થશે.
અધધ આટલા કરોડ રૂપિયાનું નાણાકીય રોકાણ થશે
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ રાજ્ય સરકાર અને હાઇડ્રોજન એનર્જી ડેવલપર્સ ( Hydrogen Energy Developers ) વચ્ચે આજે ‘સહ્યાદ્રી’ ગેસ્ટ હાઉસ ખાતે મુખ્યમંત્રી શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ( Devendra Fadnavis ) હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉર્જા વિભાગના અગ્ર સચિવ આભા શુક્લા, મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત વિતરણ કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર લોકેશ ચંદ્રા, મહાઉર્જાના મહાનિર્દેશક ડૉ. કાદમ્બરી બલકાવડે અને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
NTPC ગ્રીન એનર્જી, અવાડા ગ્રીન હાઇડ્રોજન, રિન્યુ ઇ-ફ્યુઅલ્સ, આઇનોક્સ એર પ્રોડક્ટ્સ, એલએનટી ગ્રીન ટેક, જેએસડબ્લ્યુ ગ્રીન હાઇડ્રોજન, વેલસ્પન ગોદાવરી જીએચ-2′ આ સાત ડેવલપર્સના પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સને કારણે 2 લાખ 76 હજાર 300 કરોડ રૂપિયાનું નાણાકીય રોકાણ થશે.
64,000 નોકરીઓનું સર્જન થશે
મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગ્રીન હાઇડ્રોજન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેન્દ્ર સરકારના ગ્રીન હાઇડ્રોજન મિશનની માર્ગદર્શિકા અનુસાર, રાજ્ય સરકારે ‘ગ્રીન હાઇડ્રોજન પોલિસી-2023’ બહાર પાડી છે. તેનો ધ્યેય 2030 સુધીમાં 500 ktpa ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો છે. આ માટે, રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન ડેવલપર્સને વિવિધ સબસિડી રાહતો ઓફર કરી છે.
આ સમાચાર પણ વાંચો : Mahatma Gandhi death anniversary : આજે 30 જાન્યુઆરી, ગાંધી નિર્વાણદિન.. ગુજરાતના ઇતિહાસકારે શેર કર્યું ‘મહાત્મા ગાંધીનું છેલ્લું વસિયતનામું’..
સૂચિત સાત પ્રોજેક્ટ્સની ક્ષમતા 910 ktpa (કિલો ટન પ્રતિ વર્ષ) છે અને તે 64,000 નોકરીઓનું સર્જન કરશે અને કાર્બન ઉત્સર્જનમાં દર વર્ષે 511 કરોડ કિલોગ્રામ ઘટાડો કરશે. તેમાંથી લગભગ 4 હજાર 732 ‘KTPA’ ગ્રીન એમોનિયા ઉત્પન્ન થશે.
ગ્રીન હાઇડ્રોજન પોલિસી અપનાવનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય – નાયબ મુખ્યમંત્રી
નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે ગ્રીન હાઇડ્રોજન પર અસરકારક નીતિ ધરાવતું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે. વડાપ્રધાન મોદીએ 2030 સુધીમાં ડીકાર્બોનાઇઝેશનનું લક્ષ્ય નક્કી કર્યું છે. તે મુજબ આગળ વધી રહ્યા છે. ગ્રીન હાઇડ્રોજનને કારણે પર્યાવરણનું સંતુલન જાળવીને ઉર્જા ઉત્પન્ન કરવાનું શક્ય બનશે. દરેક વ્યક્તિએ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી નીતિમાં જરૂરી ફેરફારો સૂચવવા જોઈએ. ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રમાં મહારાષ્ટ્ર એક પાયલોટ રાજ્ય બનવા માટે, આજે હસ્તાક્ષર કરાયેલા એમઓયુનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવશે.