ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં અત્યારે કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. તેમ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે હવે સંપૂર્ણ લોકડાઉન કરવાનો વિચાર શરૂ કર્યો છે. મંત્રી વિજય વડટ્ટીવારે આ સંદર્ભે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે અત્યારે બધી દુકાનો બંધ કરવામાં આવી છે પરંતુ તેનો કોઈ ખાસ અસર દેખાઈ રહ્યો નથી. તેમજ રાજ્યમાં પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. આથી અમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પ્રસ્તાવ આપ્યો છે કે પૂર્ણ મહારાષ્ટ્રમાં કમ્પ્લીટ લોકડાઉન લગાડવામાં આવે. આનો અર્થ એ થાય છે કે આખું મહારાષ્ટ્ર સંપૂર્ણ રીતે બંધ. આગામી બે દિવસમાં આ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે દિલ્હી સરકારે જે પ્રકારનું લોકડાઉન લગાડ્યું છે તેનો બે દિવસમાં અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી જરૂરી એવી વસ્તુઓ ને ગ્રહણ કરીને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવશે.
મીડિયા સાથેની વાતચીતમાં મંત્રીએ એવું પણ કહ્યું કે આ કડક લોકડાઉન બેથી ત્રણ સપ્તાહ નું હોઈ શકે છે. જો કે આ સંદર્ભે આખરી નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે.
ગુજરાતના આ જીલ્લામાં લાગ્યું 10 દિવસ નું પૂર્ણ લોકડાઉન. જાણો વિગત…