ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્રના વિભાગીય આયુક્ત અને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન એક્સપર્ટ કમિટીએ એવો અંદાજ વ્યક્ત કર્યો હતો કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કોરોના ની ત્રીજી લહેર આવી શકે છે. આ માટે અત્યારથી સચોટ તૈયારી કરવી પડશે.
મુંબઈ પોલીસ વિભાગ નો નવો ફતવો : બાર કલાક કામ કરો અને 24 કલાક ની રજા લો.
પ્રેઝન્ટેશન પૂરું થઈ ગયા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તમામ અધિકારીઓને આદેશ આપ્યા હતા કે ઓક્સિજન સંદર્ભે રાજ્ય હવે પૂરી રીતે સ્વનિર્ભર હોવું જોઇએ.
આ ઉપરાંત સરકારી આદેશોને કડક રીતે લાગુ કરવાના નિર્દેશ પણ તેમણે આપ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવનાર દિવસોમાં જો પરિસ્થિતિ કાબૂમાં ન રહે તો વધુ કડક નિયંત્રણો લાદવામાં આવે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાયું : 'break the chain' હેઠળના આદેશ આ તારીખ સુધી માન્ય રહેશે.